________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
૩૩૭
ઉત્તર–ભગવતીજીમાં કહેલા જીવના એજન જનાદિ અધિકારને અને પ્રયોગબંધના અધિકારને કોઈ સંબંધ જણાતું નથી. એજનજનાદિ અધિકાર ત્રીજા શતકમાં પ્રમતાદિ આશ્રી કહેલ છે, અને પ્રગબંધ તો ૮ માં શતકના ૯મા ઉદ્દેશે આત્મ પ્રદેશને, અને અજીવ (રૂપી અરૂપી) ને પિતપોતાનો સર્વને બંધ જુદે જુદે કહ્યો છે. એટલે જીવના આત્મ પ્રદેશને ત્રણ પ્રકારે બંધ કહ્યો છે તેમ અજીવના સંબંધમાં પણ કેટલાકને અનાદિબંધ કહ્યો છે, કેટલાકને સાંદિબંધ કહ્યો છે કાશ્મણ શરીરને સાદિ બંધ કહ્યો છે તે જીવની સાથે રહેલા કાશ્મણ શરીરના સાથે સમયે સમયે કર્મના દળને જે બંધ થાય છે તે કાર્મણ પ્રયોગ બંધ લાદ-આદિ સહિત કહ્યો છે. એટલે જન્વય એક સમય અને ઉત્કૃષ્ટ ૭૦ કડાકાડ સાગરોપમને બંધ હોવાને લીધે સાદિ-આદિ સહિત બંધ કહ્યો છે. તે દરેક શરીરના તથા કર્મનાં પુગલના દળના બંધ આશ્રી કહેલ છે, અને તે કર્મ પુદ્ગલને દળને આત્મ પ્રદેશે તે બંધ તે તે સાળં-સર્વ આતમ પ્રદેશે, કાર્પણ યોગે ગ્રહણ કરેલ કર્મના દળને સર્વનો બંધ થાય છે, તેમાં મધ્ય ૮ રૂચક પ્રદેશને જુદા પાડ્યા નથી, એટલે સર્વ આત્મ પ્રદેશે બંધ થાય છે. અને સર્વ આત્મપ્રદેશ ચળ પણ છે એટલે કંપે છે. વગેરે સવિસ્તર અધિકાર પ્રથમ ભાગમાંથી તથા પ્રથમ કહેલા ચાલતા પ્રશ્નોથી સમજી લેવા
પ્રશ્ન ૯૪– જીવના આઠ રૂચક પ્રદેશ કેટલા આકાશપ્રદેશ અવગાહીને રહેલા છે ?
ઉત્તર–ભગવતીજી શતક ર૫ મે ઉશે , પૂરું થતાં, બાબુવાળા છાપેલા પાને ૧૭૨૧ મે કહ્યું છે કે –
कण भंते ! जीवत्थिकायस्स मज्झ पदेसा पनत्ता । गोयमा ! अठ जीवत्थिकायस्स ! मज्झ पदेसा पन्नत्ता । एएसिणं भंते! अ जीवत्थिकायस्स मज्झपदेसा कइसु आगास पदेसेमु उगाढा होति ? गोयमाज हणेणं एकंसिवा दोहिंधा, तिहिंबा, चउहिवा, पंचहिवा, छहिंवा, उक्कोसेणं अठमुणोचेवणं सत्तसु
અર્થહે ભગવત ! જીવાસ્તિકાયના મધ્ય પ્રદેશે કેટલા કહ્યા છે? તેના ઉત્તરમાં ભગવંત કહે છે કે-હે ગોતમ! જીવાસ્તિકાયના મધ્ય પ્રદેશ કહ્યા છે. ગોતમ કહે હે ભગવંત ! આપે જીવાસ્તિકાયના ૪ મધ્ય પ્રદેશ કહ્યા તે કેટલા આકાશ પ્રદેશ અવગાહીને રહ્યા છે ? ભગવંત કહે હે ગૌતમ જઘન્ય એક અથવા બે, અથવા ત્રણ, અથવા ચાર, અથવા પાંચ, અથવા છ અને ઉત્કૃષ્ટ ૮, પણ સાત ઉપર તે નહિ જ.
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org