________________
૩૩૪
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
અભવ્ય સર્વના સિદ્ધ સમાન છે. માટે સર્વ જીવની સત્તા એક સરખીજ છે. કેમકે એ ૮ પ્રદેશને બીલકુલ કર્મ લાગતાં નથી. તે શ્રી આચારાંગ સૂત્રની શ્રી શીલંગાચાર્ય કૃત ટીકાના લેકવિજ્યાધ્યયને પ્રથમેશને શાખ છે. ત્યાંથી સવિસ્તરપણે જેવું. એમ આગમસારમાં કહ્યું છે તે કેમ ?
ઉત્તર–આ સંબંધી પહેલા ભાગમાં ઘણું કહેવાઈ ગયું છે. ટીકાકાર કે ગ્રંથકાર પિતપતાના મગજ પ્રમાણે (શ્રદ્ધા પ્રમાણે) લખી જાય, પણ જે વાત સિદ્ધાંત કબૂલ કરે તે સત્ય કહેવાય. જે ભવ્ય તથા અભવ્યના ૮ રૂચક પ્રદેશ નિશ્ચય નયથી સિદ્ધ સમાન માનીએ, અને સર્વ જીવની સત્તા સરખી જ માનીએ અને ૮ પ્રદેશને બીલકુલ કર્મ લાગતાં નથી. અને તે નિરાવરણ માનીએ તે ભવ્ય જીવની પેઠે અભવ્યને પણ કોઈ કાળે સર્વ આત્મપ્રદેશ નિર્મળ થવા જોઈએ, અને તે પણ મેક્ષ જવા જોઈએ.
પ્રશ્ન ૯૦–અહિંયાં કેઇ એમ કહે કે-અભવ્ય કર્મ ચીકણ છે, અને અભવ્યમાં પરાવર્ત ધર્મ નથી. તેથી તે સિદ્ધ થતાં નથી, માટે તેને સ્વભાવ છે જે મેક્ષ જવું જ નથી, અને ભવ્ય જીવમાં પરાવર્ત ધર્મ છે. માટે કારણ સામગ્રી મળે પલટણ પામે, ગુણશ્રેણએ ચડી મિક્ષ કરી સિદ્ધ થાય. એમ કહે છે તેનું કેમ?
ઉત્તર–જ્યારે નિશ્ચય નયથી ભવ્ય અને સિદ્ધનું સમાનપણુ છે, તે નિશ્ચય નયે કોઈ વખત તે ઉંચ દરજજાને પામે. આઠ પ્રદેશ નિરાવરણ હોય તે બીજા પ્રદેશનું કઈ વખત આવરણ ખસવું થા . માટે કોઈનું એમ પણ કહેવું છે કે–ભવ્ય જીવના આડ રૂચક પ્રદેશ ઉઘાડા છે, અને અભવ્ય
જીવન સદા સર્વદા ઢાંકેલાજ છે–આવરેલાજ છે, માટે તેને કેઇ કાળે મિક્ષ થાયજ નહિ. એ વાત પણ કપિત છે. સૂત્રના ન્યાયે તે વાત માન્ય નથી. તે હવે અભવ્ય જીવને મોક્ષ ન થવાનું કે ઈ સબળ કારણ હેવું જોઈએ અને તે પણ સિદ્ધાંતથી સાબિત થાય તેજ કબૂલ થાય તેમ છે. સિદ્ધાંતના ન્યાયે જે વસ્તુ સત્તામાં હોય તે કોઈ વખત પ્રગટ થાય. પણ તેની પાસે દ્વિજ ન હોય તે વસ્તુ કયાંથી પ્રાપ્ત થાય માટે ભવ્ય જીવને મિક્ષ પ્રાપ્ત થાય અને અભવ્યને ન થાય તેનું કારણ ઉપર કહેલા તમામ કારણથી બીજાજ પ્રકારનું હોવું જોઈએ, તે કારણ એ કે- સમવાયાંગ સૂત્રમાં ર૬ માં સમવાયમાં કહ્યું છે કે–અભવી જીવને મોહનીય કર્મની ૨૬ પ્રકૃતિ સત્તામાં છે. તે ૨૮ માંથી સમકિત મેહનીય ૧, અને મિશ્રમેહનીય ૨. એ બે પ્રકૃતિ વરજી છે. એ બે પ્રકૃતિ મૂળથી જ નથી અને ૨૭ માં સમવાયાંગે ભવ્ય જીવને ૨૮ મેહનીય કર્મની પ્રકૃતિ સત્તામાં કહી છે. એ ઉપરથી એમ સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org