________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
૩૩૩
સમા મિથ્યાત્વ મેહનીય એ પણ મેહનીય કર્મને ઉદય છે. તે ખસવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે, જ્યાં સુધી તેને ઉદય કે સત્તામાં હોય, એટલે ઉપશમ પશમ કે ક્ષય તેને ન હોય ત્યાં સુધી તે પાપતત્વમાં ભળે મિશ્રિત દૂધપાક પણ ઝેરરૂપજ ગણાય. જ્યાં સુધી સમકિતમાં મેહનીયને ઉદય હોય ત્યાં સુધી સમકિત નિર્મળ થવા દે નહિ, અને મેહનીયના વિશેષ ઉદયથી સંમતિથી પડવાપણું પણ થાય છે અને સમા મિથ્યાત્વ મેહનીયમાં વિશેષ કરીને મિથ્યાત્વનું પ્રધાનપણું છે, તે પણ મિહનીય સહિત મિથ્યાત્વની પ્રબળતાને લઈને સમકિતને અંશ ગૌણુતામાં હેવાથી તેની ભૂમિકા મિથ્યાત્વનીજ ઘરની સૂત્રમાં ગણી છે, માટે તે બન્ને પાપતવમાંજ ગણાય.
જેટલે ભાગ સમકિતને તેટલે જીવને સંવર છે બાકી મિથ્યાત્વ અને મેહનીયને લઈને મિથ્યાત્વના પ્રધાનપણથી પાપતત્વમાં ગણાય. સમવાયાંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે તમામ ભવ્ય જીવને સમકિત મેહનીય અને સમા મિથ્યાત મેહનીય સત્તામાં છે, પણ જ્યાં સુધી ક્ષય, ઉપશમ કે – પશમ થયું નથી ત્યાં સુધી તે જીવને પહેલા ગુણઠાણાથી અલગ ગયે નથી, અને કેટલાક જીવ સમકિત મોહનીય અને મિશ્રમેહનીયની સત્તાવાળા હોવા છતાં પણ અનાદિ અનંત મિથ્યાત્વવાળી સૂત્રમાં કહ્યા છે, માટે એ બને મહનીય પાપતત્વમાંજ ગણાય.
પ્રશ્ન ૮૭–૧૧ મું ગુણસ્થાન આઉખાન અબંધકનું છે. ને તે ગુણ ડાણે મરે તે અનુત્તર વિમાને જાય તેનું શું કારણ કે ?
ઉત્તર–છ તથા સાતમે ગુણઠાણે અનુત્તર વિમાનના આઉખાને બંધ કર્યો છે. તે પરિણામની ધારાએ ચડી ૧૧ મા ગુણઠાણા સુધી જાય ને ત્યાં કાળ કરે તે. અનુત્તર વિમાનમાં ઉપજે.
પ્રશ્ન ૮૮–તે પછી ૧૧ મા ગુણઠાણા સુધી પરિણામની ધારાએ ચડયે તેને શું લાભ થયે. ?
ઉત્તર–અનેક કર્મની નિર્જરા થઈ તે અપૂર્વ લાભ પ્રાપ્ત થયે ૨૮ મિહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવવી તે કઈ છે લાભ નથી, અનુત્તર વિમાનમાં રહ્યાં થકાં પણ ઉપશાંતહી હોય છે, અને ત્યાંથી ચળ્યા થકા પણ થોડાજ કાળમાં મોક્ષ થશે એ મોટો લાભ.
પ્રશ્ન ૮૯–આત્મ સિદ્ધ સમાન છે. એવું માનનારનું એમ કહેવું છે કે-જીવના મુખ્ય આઠ રૂચક પ્રદેશ જે છે તે નિશ્ચય નયથી ભવ્ય તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org