________________
૩૩૨
શ્રી પ્રકનેત્તર મેહનમાળા-–ભાગ ૫ મે.
જાય, અને સાતમે ગુણઠાણે એક સમક્તિ મેહનીયને ઉદય જણાય છે, અને આઠમેથી ઉપર દર્શનમહનીયને ઉદય નથી. માત્ર ચારિત્રમોહનીયને જ ઉદય છે.
પ્રશ્ન ૮૪–પાંચમા છઠ્ઠા ગુણઠાણાવાળાને અપ્રત્યાખ્યાની અથવા પ્રત્યાખ્યાની ચોકડીને ઉદય થવાથી તિર્યંચ મનુષ્યના આયુષ્યને બંઘ પડે એમ કહ્યું અને ભગવતીજી શતક ૩૦ મે-મનુષ્ય, તિર્યંચ સમક્તિી તે વૈમાનિકને જ બંધ પાડે અને વૈમાનિકમાંજ ઉપજે તે કેમ? કારણ કે, ઉકત ચોકડીને ઉદય થયો પણ સમકિત તે છેજ. માટે તે મનુષ્ય તિર્યંચમાં કેમ જાય?
ઉત્તર–ઠાણાંગ ઠાણે ૪ થે કહ્યું છે કે-અનંતાનુબંધી કષાયમાં મરે તે નરકે જાય. એમ અપ્રત્યાખ્યાન કષાયમાં મરે તે તિર્યંચમાં જાય, અને પચ્ચખાણાવરણય કષાયમાં મરે તે મનુષ્યમાં જાય અને સંજળના કષાયમાં મરે તેજ દેવગતિમાં જાય માટે જાણવું જે સમકિતી જીવ સંજળના કષાયમાંજ દેવગતિને બંધ પાડે પણ બાકીની બાર કષાયમાં દેવગતિનો બંધ પાડે નહિ, અને મરે પણ નહિ. બાર કષાયમાં બંધ પાડનાર યા મરનાર સમકિતી નથી એમ જાણવું. માટે સમકિતી જીવ ૪-પ-૬ ઠ્ઠા ગુણઠાણવાળા નિયમ સંજળના કષાયમાં મરે અને દેવકમાંજ ઉપજે, માટે ભગ– વતીજીમાં ૩૦ મા શતકમાં કહ્યું જે મનુષ્ય તિર્યંચ સમકિતી વૈમાનિક ઉપજે તે સત્ય છે.
પ્રશ્ન ૮૫–તે પછી કેટલાક કહે છે કે-ક્ષાયક સમકિતી મરી નર કે જાય છે. શ્રેણિક, કૃષ્ણવત્ તેનું કેમ ?
ઉત્તર–એ વાત સંભવતી નથી. ઉપરના લખાણથી ચેકકસ એમ સમજાય છે કે-ક્ષયક સમકિતવાળે મરીને નરકે જાય નહિ. કેમકે નરકે જવાવાળાને અનંતાનુબંધીને કષાયમાંજ બંધ પડે છે, ને તે કષાયમાં જ મરે છે. માટે ક્ષાયક સમકિતવાળાને અનંતાનુબંધીની કડી તે છેજ નહી. તેને ક્ષય કરવાથી ક્ષાયક સમકિત પ્રગટ થયું છે, માટે તે ચેકડીને ઉદય નથી તે તેને નરકને બંધ પણ નથી. એમ તમામ ચેકડીમાં જાણવું.
પ્રશ્ન ૮૬–મિથ્યાત્વ મોહનીય પાપમાં કહી છે તે સમકિત મેહનીય અને સમા મિથ્યાત્વ મેહનીય કયા તત્ત્વમાં ભળે ?
ઉત્તર–સમકિત સંવર તત્વના ઘરનું છે, અને મેહનીય મિથ્યાત્વના ઘરનું છે, અને મિથ્યાત્વ પાપતત્ત્વમાં છે, એટલે સમકિત મેહનીય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org