________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે,
૩૨૭
છે. તે ભવ્ય જીવનું મિથ્યાત્વ ૨, ત્રીજું સાઈએ સપજજવીએ, તેની આદિ પણ છે, અને અંત પણ છે. તે મિથ્યાત્વ અનાદિનું હતું તે ગંઠીભેદ થઈને પ્રથમ ઉપશમ સમકિત પ્રગટ થઈ પછી ક્ષપશમ સમ્યકત્વ પ્રગટે. તે સમયે મિથ્યાત્વને ઉદય નથી. પણ સત્તામાં મિથ્યાત્વ વર્ગણાનાં પગલ આત્મા સંઘાતે લેલીભુત છે. જેમ છારમાં અગ્નિ ઢાંકી તેમ ઉપશમ તથા ક્ષપશમભાવથી મિથ્યાત્વરૂપ અગ્નિ ઢાંકી પણ જે મિથ્યાત્વ વર્ગણાનાં પુદ્ગલ સત્તામાં છે, તેની સ્થિતિ પૂરી થયે ઉદયાળીમાં આવે ત્યારે ઉપશમ ભાવ દૂર હોય. વળી મિથ્યાત્વને ઉદય થયે તે સમય મિથ્યાત્વની આદિ થઈ. અને અંતે અંત પણ હશેજ, અર્ધપુદ્ગલમાં ફરી સમ્યકત્વ પામી મિક્ષ હશે તે માટે. ઈતિ પ્રથમ ગુણસ્થાન લક્ષણ ૧.
પ્રશ્ન ક૭–બીજું સાસ્વાદાન ગુણસ્થાન નું શું લક્ષણ? ઉત્તર–જે ચોથા ગુણસ્થાનવર્તિ જીવ, ક્ષપશમ તથા ઉપશમાં સમક્તિ, તેને અનંતાનુબંધીના કષાયના ચેકનો ઉદય થયે. તેને બહુલપણાથી સમ્યકાવથી ભ્રષ્ટ થવા લાગે તેથી ચેથા ગુણસ્થાનથી ખરી પડે. તે જીવ પરિણામથી મિથ્યાત્વ ગુણસ્થાન ભણી આવવા લાગે. પણ મિથ્યાત્વ ગુણસ્થાને પહોંચ્યા નથી, અને મિથ્યાત્વને ઉદય થયો નથી. પણ મિથ્યાત્વની સહચારિણી અનંતાનુબંધી કષાય તેને ઉદય થયે તે જવલિકા પ્રમાણ લગી સમકિતને લગારેક સ્વાદ રહે તે સાસ્વાદાન ગુણસ્થાન જાણવું.
પ્રશ્ન ૭૮–બીજું સાસ્વાદાન ગુણસ્થાન શું દ્રષ્ટાંત કરી જાણવું ?
ઉત્તર–જેમ પ્રાસાદના શિખર પર કોઈ પુરૂષ ચ, પછી હેઠે જતાં તમ્મર અર્થાત ચકરી આવી, ત્યાંથી પડયે પણ ધરતીએ પહોંચ્યો નથી, વચ્ચે અંતરાળે કાળ છેડે રહે, તેમ કોઈ જીવ ઉપશમ તથા ક્ષપશમ સમક્તિરૂપ મહેલે ચડ્યા, પરંતુ હાયમાન પરિણામ થયે પડે, પણ મિથ્યાત્વરૂપ ધરતીએ પહોંચ્યું નથી. અંતરાવર્તિ સાસ્વાદાન ગુણસ્થાન ૬ આવલિકા પ્રમાણ સમ્યકત્વને સ્વાદ રહે. પછી મિથ્યાત્વમાં આવે તથા જેમ અંબે ડાળથી તૂટયો પણ ધરતીએ આવ્યું નથી, તેમ જીવ સમક્તિ રૂ૫ ડાળથી તૂટે, પણ મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પહોંચ્યું નથી, તથા જેમ ઘંટાને શબ્દ પ્રથમ ઘેર ગંભીર થાય પછી ઘટતાં ઘટતાં લગારેક રહે તેમ સમ્યકત્વ રહે. તથા કે પુરૂષ ખીર ખાંડનું ભજન કરી વચ્ચે તે વારે લગારેક સ્વાદ રહ્યો. તેમ સમતિથી પડતાં પડતાં લગારેક સમ્યકત્વને અંશ રહ્યો તે બીજે ગુણસ્થાને ચોથાથી પડે તે આવે. પણ પટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org