________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
૩૨૫ પ્રશ્ન ૬૯-નિવૃતિકરણ તે કોને કહીએ?
ઉત્તર–જે આત્માના પરિણામે કરીને ઇન્દ્રિયના મને વિષયસુખરૂપ પુદ્ગલિક સુખથી પરિણામ ઉપડે ઉભગે, પુગલિક સુખથી મન નિવર્તાવે તે નિવૃત્તિકરણ ૩.
એ ૩ કરણ પ્રાપ્ત થયે ચૂથે ગુણસ્થાને આવે તે મિથ્યાત્વ ભેદીને સમ્યકત્વવંત થાય. એ પાંચ લબ્ધિ ક્ષપશમભાવે જાણવી.
પ્રશ્ન ૭૦–પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનું શું લક્ષણ?
ઉત્તર–જે જીવને (૫) પ્રકૃતિને ઉદય છે, મિથ્યાત્વ મેહનીય ૧, અનંતાનુબંધી કોઇ ૨, માન ૩, માયા ૪, લેભ ૫, એ પાંચ પ્રકૃતિને ઉદય છે. તેણે કરી જીવને કુગુરૂ, કુદેવ કુધર્મ, સેવવાની રૂચિ ઉપજે તથા મુંઢપણે ગ્રથલપણાથી ગહલવત્ થઈને તત્વાતત્વની ઓળખાણ ન કરે, અને જે પાંચ પ્રકૃતિના ઉદયે કરી જીવાદિક ૯ પદાર્થને વિપરીત પણે જાણે તે ૧૦ પ્રકારનાં મિથ્યાત્વ સેવે. જીવે અજીવસન્ના ૧, અજી જીવસુન્ના ૨, ધમે અધમ્મસના ૩, અધમે ધમ્મસન્ના ૪, સાહુ અસાહસના પ, અસાહુ સાહસના ૬, મગે ઉમમ્મસના ૭, ઉમ મગ્નસના ૮, મુત્તી અમુત્તી સન્ના ૯, અમુત્તી મુત્તન્ના ૧૦. એવી સન્મા પગટે છે તે જીવને પ્રથમ ગુણસ્થાનક જાણવું.
પક્ષ ૭૧- પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન શું દ્રષ્ટાંત કરી જાણવું ?
ઉત્તર–જેમ જવરવ્યાપક મનુષ્યને અન્નની અરૂચિ, તેમ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયે કરી, શ્રી જિનપ્રણિત ધર્મની અરૂચિ હોય. તથા ધતુરો ખાવાથી વેત વસ્તુ પીળી દેખાય, તેમ મિથ્યાત્વના ઉદયે પુદ્ગલિક સુખ જે પાંચ ઇન્દ્રિયના મજ્ઞ પુદ્ગલનાં સગરૂપ સુખ તે સુખ કરી મને, અને આત્મિક સુખ જે બાધા પીડા રહિત આત્માને આનંદરૂપ સુખ સુખને અનુભવે નહિ. મિથ્યાત્વને ઉદયે લક્ષ્મી, પુવ, કલત્રને નિમિત્તે કુગુરૂ, કુદેવ, કુધર્મને સેવે. મંત્રાદિકે દુષ્ટ દેવતાને જાપ હોમાદિ કરે, તથા સ્વશરીરની પીડા તાલણ ભણી સુવર્ણ દાન, મેદાન પ્રમુખ કરે, નવ ગ્રહના જાપ કરે, પુતળાં કરાવે. ઇત્યાદિ વિપરીત બુદ્ધિ ઉપજે. તે લક્ષણથી મિથ્યાત્વ ગુણસ્થાન જાનવું. તે મિથ્યાત્વ પાંચ પ્રકારના છે. અભિગ્રહિક ૧, એનાભિ ગ્રહિક ૨, અભિનિવેષિક ૩, અનાગ ૪, સંશયિક પ. એ પાંચ મિથ્યાત્વને અર્થ નીચેના પશ્નથી જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org