________________
૩૨૪
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. કેવળચર્ચા પાળી તપાચરણ કર્યું તેથી વિશુદ્ધ થઈને નવરૈવેયક સુધી જાય. તે વિશુદ્ધ લબ્ધિ કહીએ?
પ્રશ્ન ૬૪–ત્રીજી ઉપદેશના લબ્ધિ તે કેને કહીએ?
ઉત્તર–જેણે શ્રી તીર્થકરજીની વાણી, તથા ગણધરજીની તથા સામાન્ય કેવળીની વાણી સુણી. તથા સાધુ શ્રાવકની વાણી સુણતાં સુણતાં શ્રી જૈન ધર્મની રૂચી ઉપજે હૃદયમાં ભેદે ફરી પાછું પડે, પાછી રૂચિ ઉતરે તે અર્ધ પુગલિક હોય તે ઉપદેશને લબ્ધિ ૩.
પ્રશ્ન ૬૫–ચેથી પ્રયોગ લબ્ધિ તે કોને કહીએ ?
ઉત્તર–સમ્યકત્વ વિના કોઈ જીવ દ્રવ્ય સંયમ પાળે, પંચ મહાવ્રત પાળે, ૨૨ પસિહ સહે, શ્રાવકનાં ૧૨ વ્રત પાળે, તે દ્રવ્ય સંયમથી અષ્ટ કમની વર્ગ અનંતી ક્ષય થઈ, છેડી રહી, નિર્જરા કહી. પણ પુદગલિક સુખથી મન ઉભા નથી તેથી કરી ફરી સંસારમાં રઝળે. જમાળી નિન્ટવ વ-ઇતિ પ્રગ લબ્ધિ ૪.
પ્રશ્ન દ૬-પાંચમી કરણ લબ્ધિ તે શું ?
ઉત્તર–જે વારે જીવની કાળલબ્ધિ તે ભવસ્થિતિ પાકે ત્યારે જીવને મિથ્યાત્વરૂ૫ ગઠીભેદ થાય, ત્યારે ત્રણ કરણ કરે. પ્રથમ અંતકરણ ૧, બીજું અપૂર્વકરણ ૨, ત્રીજુ નિવૃત્તિકરણ ૩. એ ત્રણ કરણને વિસ્તાર પ્રશ્નથી જાણ.
પ્રશ્ન ૬૭ –અધકરણ તે શું ?
ઉત્તર-આઉખા વિના સાત કર્મની સ્થિતિ એક કોડાકોડ સાગર રહે ત્યારે અંતકરણ કરે. ત્યારે મિથ્યાત્વ અને સમ્યકત્વના પરિણામ બરોબર કરે. અંતમુહૂર્તની સ્થિતિ મિથ્યાત્વ મેહનીયની રહે, પછી સમકિત ફરસવા યોગ્ય છે. જેમ કરસણ ધરતી સમારીને બી વાવવા યોગ્ય કરે, પણ બી વાવ્યું નથી. તેમ મિથ્યાત્વરૂપ કંટક દૂર કરીને ભાવરૂપ ધરતી : સમારી, પણ સમ્યકત્વરૂપ બી વાવ્યું નથી, તે અંતકરણ કહીએ. એ કારણ અભવ્યને પણ હોય છે. તેની અંતર્મુહૂર્તની સ્થિતિ છે પછી કાં તે બીજા કરણમાં આવે કે કાં તો પાછો પડે. એ કરણલબ્ધિનું પ્રથમ અંતકરણ કહ્યું ૧. પ્રશ્ન ૬૮–અપૂર્વકરણ કેને કહીએ?
ઉત્તર–જે આત્માના પરિણામ એવા કદિ ઉજવળ વહેતા થયા તે ઉજ્વળ પરિણામ કરે. તે ઉજ્વળ પરિણામે વર્તત અપૂર્વભાવ થતો જાયએ બીજું અપૂર્વકરણ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org