________________
૩૧૮ શ્રી પ્રત્તર મિહનમાળા-ભાગ ૫ મે.
પ્રશ્ન ૪૬–ઉદયભાવ તે કેને કહીએ ?
ઉત્તર--જે ૮ કર્મના ઉદયથી જીવના નિજ ભાવ પલટીને કમરૂપ પણે ભાવ પરિણમે યથા દ્રષ્ટાંતે જેમ ધતુરો ખાવાથી શ્વેત વસ્તુ પીળી દીસે તેમજ મનુષ્યની દ્રષ્ટિ પલટે. તેમ કર્મના ઉદયથી જીવના ભાવ તે કર્મ રૂપ પણે પરિણમે. જો કે આ જીવ સિદ્ધ સમાન શુદ્ધ છે, પરંતુ કર્મના ઉદયથી ૩૩ બેલ પામે તેણે કરી સંસાર રૂપપણે જીવના ભાવ પરિણમે. જેમ સે દ્રવ્યની એક ધાતુ છે તે કારીગર અને અગ્નિના પ્રાગે ન્યારા ન્યારા આભરણ રૂપે પરિણમે તેમ જીવ દ્રવ્યની સત્તા એકજ છે તે ૮ કર્મના ઉદયથી ન્યારા
ન્યારાં રૂપે ધરે. જેમ ધૃત, ખાંડ, વસ્તુ એકપણ કદઈ અને અગ્નિના પ્રયોગ સુખડીને પરિણામ રસ, વર્ણ અને આકારે ન્યારો ન્યારા ભિન્નપણે પરિણમે તેમ ૮ કર્મના ઉદયથી જીવના આદચિકભાવ ભિન્ન ભિન્ન થાય. જેમ અહે મનુષ્ય, અહં દેવ, અહં સ્ત્રી અહંપુરૂષ, અહંકૃષ્ણ, અહંગેર, અહંશૂલ, અહંકૃષ્ટ, ઇત્યાદિ કર્મ રૂપપણે પરિણમે, તે ઉદયભાવ કહીએ.
પ્રશ્ન ૪૭–ઉપશમભાવ તે કોને કહીએ ?
ઉત્તર--જે જ્ઞાન, દર્શનાદિ શુદ્ધ ઉપગથી મેહનીય કર્મને ઉપશમાવે, મોહનીયને ઉદય ન હોય. પરંતુ મોહનીય કર્મ સત્તામાં છે, ક્ષય નથી કર્યો, જેમ છારથી અગ્નિ ઢાંકી કઈ વસ્તુનું દહન ન કરે પણ દહન કરવાની અત્યંત શક્તિ છે. છાર દૂર થયે અગ્નિ પ્રગટ થાય. તેમ અંત મુહૂર્ત કાળ પ્રમાણ શુદ્ધ ઉપગથી મોહનીય કર્મને અનુદય થાય, અને અશુદ્ધ ઉપગથી મોહનીય કર્મને ઉદય થાય. શુદ્ધ જ્ઞાન દર્શનથી દર્શન મોહનીય ઉપશમાવે તો ઉપશમ સમ્યકત્વ પ્રગટ થાય, અને ચારિત્ર મોહનીય ઉપશમાવે તો ઉપશમ ચારિત્ર પ્રગટ થાય. પછી દર્શન મોહનીયને ઉદય થાય તે સમ્યકત્વથી પાછો પડે, અને ચારિત્ર મોહનીયને ઉદય થાય તો ચારિત્રથી પાછું પડે. વર્તમાન કાળે મોહનીયને ઉદય નથી. તેમ ક્ષય પણ ક્ષો નથી. તેને ઉપશમભાવ કહીએ.
પ્રશ્ન ૪૭–લાયકભાવ કોને કહીએ ?
ઉત્તર–જેટલી જેટલી પ્રકૃતિ ખપે તેટલે તેટલે આત્માને ગુણ પ્રગટ થાય. પણ જે કર્મ ક્ષય થયાં તેને ઉદય કદિ ન હોય. જેમ દ% બીજ અંકુરા ન પામે તેમ ક્ષય થયા કર્મના પુન: અંકુરા ન પ્રગટે. તથા જેમ સર્વ વાદળ પડળ દૂર થયે સર્વ સૂર્ય તેજ પ્રગટે, તેમ આઠ કમ મહેનો જે કર્મ અપાવે તેજ ગુણ સંપૂર્ણ પ્રગટ હોય. જેમ જ્ઞાનાવરણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org