________________
છકત જીવાદિક નવ પદાર્થ તેને સ્વભાવે એટલે આત્મ ભાવે તથા જાતિમરણદિક, અથવા જિનકત ઉપદેશ શકે શુદ્ધ આત્મ ભાવે સદ્ધહે તેને સમકિત કહ્યું છે. સાપ ઉત્તરાધ્યયનના અડ્ડાવીશમાં અધ્યયનની.
નિશ્ચયથી જાણે છે તેનું નિશ્ચય સમકિત અને વ્યવહારથી જાણે સહે તેનું વ્યવહાર સમકિત.
અથવા શુદ્ધ દેવ ગુરૂ ને ધર્મની ઓળખાણ તે વ્યવહાર સમકિત.
અને અનંતાનુબંધીની ચેકડી ને દર્શન મેહનીયની ત્રણ મળી સાત પ્રકૃતિને ક્ષય ઉપશમ કે ક્ષયે પશમ કરે તે નિશ્ચય સમકિત
તથા આત્માની યથાતથ્ય પ્રતીતિ તેને પણ દર્શન કહેવામાં આવે છે.
હિંસા રહિએ ધમ્મ, અઠાર દેસ વિરહિએ દે, નિર્ગથે પવયણે, સઘણે હોઈ સમ્મત્ત. જે જ્ઞાન કરીને જાણિયું તેની વર્તે છે. શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને, જેનું બીજું નામ સમક્તિ. ૧
હવે ચારિત્ર તે આવતાં કર્મને રેકે તે. નવાં કર્મને ન રહે તે ચારિત્ર. અથવા કર્મને ચરે તે ચારિત્ર, ચારિત્ર કહે કે સંજમ કહો તે એકજ છે.
તપ તે કર્મને નિર્જરે. કમ મળને દૂર કરે. આત્માને શુદ્ધ કરે તે તપ.
જ્ઞાન થકી જાણે સકળ, દરશન શ્રદ્ધા રૂપ;
ચાથિી આવત રૂકે, તપશા ક્ષપન સ્વરૂપ. સાપ ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનની.
પ્રશ્ન ૨.—કેટલાક કહે છે સમકિત એટલે જ્ઞાનને સમકિત સહચારી છે. એટલે જ્યાં જ્ઞાન ને સમકિત હોય ત્યાં ચારિત્ર હોયજ છે એમ કહે છે તેનું કેમ?
ઉત્તર–ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનની રસ્મી ગાથામાં કહ્યું છે કે નતિય વરિત્ત વિ. હંસને ૩માર્ચ સમકિત વિના ચારિત્ર નહિ અને જ્યાં સમકિત હોય ત્યાં ચારિત્રની ભજનો (અર્થાતું ચારિત્ર હોય અથવા ન હોય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org