________________
શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૫ મો. ૩૧૫ કાળ પર્યાયના ભેદથી ભિન્નપણે કહ્યો. તે લાયક સમકિતને પ્રથમ સમયથી અનંતર સમયને વેદક સમકિત કહીએ.
પ્રશ્ન ૩૫–ક્ષાયક સમકિત કેને કહીએ ?
ઉત્તર–જે પૂર્વોકત ૭ પકૃતિ કહી તે મૂળથી જ ખપાવી, આત્માથી સર્વથા પ્રકારે ૭ પ્રકૃતિ અળગી કીધી, ત્યારે અનંત નિર્મળ સર્વ દેષ રહિત, અત્યંત વિશુદ્ધ લાયક સમકિત પ્રગટ થાય. તે લાયક સમક્તિ કહીએ.
પ્રશ્ન ૩૬–પાંચે સમકિતની સ્થિતિ કેટલી ?
ઉત્તર–ઉપશમ સમકિતની જધન્ય ઉત્કૃષ્ટ અતિમુહૂર્તની ૧. સાસ્વાદાનની જઘન્ય ઉત્કૃષ્ટી છ આવલિકાની ૨. ક્ષપશમની જઘન્ય અંત મુહૂર્ત ઉત્કૃષ્ટી-દદ સાગરોપમ ઝાઝેરી ૩. વેદક સમકિતની જ. ઉ એક સમયની ૪. લાયક સમકિતની સાઈએ અપજવસીયે ૫. એ પ્રમાણે પાંચે સમક્તિની સ્થિતિ જાણવી.
પ્રશ્ન ૩૭–એક જીવને સર્વ ભવ આશ્રી કેટલીવાર સમકિત આવે ?
ઉત્તર–૧ સાસ્વાદાન, ૨ ઉપશમ. એ બે પાંચવાર આવે. ૩ ક્ષય પશમ અસંખ્યાતવાર આવે ૪. વેદક ૫. ક્ષાયક એ બે એકવાર આવે.
પ્રશ્ન ૩૮–એ પાંચ સમકિત કયે ૨ ગુણઠાણે લાભ ?
ઉત્તર–૧-૩ ગુણઠાણે સમકિત નથી. બીજે ગુણઠાણે ૧ સાસ્વાદાન લાભ. ૪ થી ૭ માં ગુણઠાણ સુધી જ સમકિત લાભ. (સાસ્વાદાન વરજીને) ૮ થી ૧૧ માં ગુણઠાણ સુધી બે સમકિત, ૧ ઉપશમ, ૨ લાયક. અહિં કઈ ૮ મે ૯ મે ગુણઠાણે ક્ષયપશમ સુદ્ધાં ત્રણ પણ કહે છે. પરંતુ સંભવ તે બેને જ છે. કારણ કે ૨૧ મા સમવયંગે નિયદિ બાદર ગુણઠાણાવાળે મેહનીય કર્મની ૭ મૂળ પ્રકૃતિનો ક્ષય કરે તેને ૨૧ પ્રકૃતિ સત્તાએ હોય અહિં જે તે ક્ષેપક શ્રેણીએ ચડે તે ૨૧ પ્રકૃતિને ખપાવતે જાય, ને ઉપશમ શ્રેણએ ચડે ૧૧ મા ગુણઠાણું સુધી ઉપશમાવતે ચડે. પણ ૮ માંથી ક્ષય ઉપશમ કરવાને સંભવ નથી. તવ કેવળીગમ્ય. ૧૨-૧૩-૧૪ માએ ૩ ગુણઠાણે ૧ ક્ષયક સમકિત હાય.
પ્રશ્ન ૩૯–જીવને સમકિતની પ્રાપ્તિ થતાં શું શું પદાર્થ આડખીલ
ઉત્તર–અનંતાનુબંધી ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ, ૫ સમકિત મેહનીય, ૬ મિથ્યાત્વ મેહનીય, ૭ મિશ્રમેહનીય એ સાત પ્રકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org