________________
=
૩૦૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
ઉત્તર–એ માનવું ભૂલભરેલું છે. જો નિદાન કરવાથી દુનિયા સુધરતી હોય તે પછી શાસ્ત્રકારને તેનાં માઠાં ફળ શા માટે મૂકવાં પડે ? ભગવંતે પાપના ૧૮ સ્થાનક બતાવ્યાં છે. તેમાં ૧૫ મું સ્થાનક નિંદાનું કહ્યું છે તેને તમે કેવી રીતે રદ કરી શકશે? સૂડાંગ સૂત્રમાં ભગવંત પરનિંદાને મહાપાપણ કહી છે અને તેનું કુળ સંસારમાં પરિભ્રમણ કરવાનું કહ્યું છે. તેમાં તે લાભ કયાંથી હોય ? નિંદા કરવાથી લાભ માનવો અને બીજાઓને તેમ ઠસાવવું એ તે મહા અજ્ઞાનતાનું કારણ છે. પરેનિંદા દ્વેષ વિના થતી નથી. નિંદાનું મૂળ કષાય છે, કષાય વડેજ નિંદા કરવાની બુદ્ધિ થાય છે. નિંદા કરવાથી ગુણ માનનારાની બુદ્ધિ શરીરે વિછ ભુંસી પવિત્ર માનવા જેવી સમજવી. ભગવતે તે ખુલા શબ્દોમાં કહ્યું છે કે નિંદા કરવી તે પઠનો માંસ ખાવાસમાન છે. કંઠના માંસને અર્થ વિષ્ટ થાય છે. તે નિંદા કરવી અને વિષ્ટા ખાવી એ બંને બરાબર છે. માટે જેવું વિષ્ટામાં પવિત્રપણું તે નિંદા કરવાથી તે ગુણ માન. ઉત્તરાધ્યયનનાં ૩૬ મા અધ્યયનમાં કહ્યું છે કે – માગવાળા, જિવિમિત્ર કુળ માયાવઈ અને અવર્ણવાદ એટલે નિંદાને બેલનારે તે કિલ્વીષીની ભાવનાને કરનારો સમજ. એટલે માયા કરનાર અને નિંદા કરનારની ભાવના ચંડાળની ભાવના બરાબર કહી, માટે નિંદા કરવામાં ગુણ માનનારાઓની બુદ્ધિ પણ એવા જ પ્રકારની સમજવી.
નિંદા કરી માણસને સુધારવાનું ધારવા કરતાં તેના કોઈ પણ ગુણેને આગળ કરી અથવા માતા પિતાની બુદ્ધિએ કે બાંધવાની બુદ્ધિએ તથા મિત્રપણાની બુદ્ધિએ મધુર વચને કરી હિત શિખામણ આપવાથીજ જે સુધારવાને હશે તે તરત સુધરશે. નિંદા કરવાથી ઉલટો તમારો શત્રુ બનશે. તમે તેને એકાદ દેષ મૂકશો તો તે તમારા છતા કે અણુછતા અનેક દેશે ખુલ્લા મૂકશે. તેથી બનેના આત્માને મોટી નુકસાનીમાં ઉતરવને પ્રસંગે આવે. આટલું તે સે કઈ સમજી શકે છે કે પારકા પાયખાના સંડાસ જાજરૂ] સુધારવા કરતાં પોતાનું ઘર સુધારવું તે વધારે ઉચિત ગણાય છે. પરની લાભ હાનિની ચિંતા કરવા કરતાં પિતાની નુકસાનીને વિચાર કરે જોઈએ કે મારે કેટલું ખાધખાતું છે. એક કેવળી ભગવાન સિવાય દરેક જીવ દેષને જ પાત્ર છે. કેઈમાં ઘણા તે કઈમાં શૈડા ગુણદોષ હેવને સંભવ છે. દુનિયા સુધરશે યા નહિ સુધરે તે હે આત્મન ! તને લાભ કે હાનિ નથી, પણ જે તારો આત્મા પરદોષ જેવામાં કે પારકી નિંદાની ખટપટમાં મુંઝાશે તે તને ભારે નુકશાની છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org