________________
૨૯૮
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળી–ભાગ ૫ મે.
થિ છે, આ કરવા ગ્ય નથી, એવું વિશેષ જ્ઞાન થાય. ૩. અને વિજ્ઞાનથી પરચખાણ થાય-એટલે જેને કૃત્યાકૃત્યનું વિજ્ઞાન થયું તે અકૃત્યને ત્યાગ કરે, પચ્ચખાણ કરે, ૪. પચ્ચખાણ કર્યા તેને સંયમ , પ. અને સંયમથી અણઆશ્રવ થાય છે એટલે આવતા પાપને પ્રવાહ બંધ પડે છે, ૬. અણુ આશ્રવથી તપ થાય છે. આ નિરોતો. ૭. તપથી નિશ્ચ કર્મને નાશ થાય છે, ૮. કર્મને નાશ થવાથી અક્રિયાપણું થાય છે, ૯. અને અક્રિયાપણું થયું એટલે સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ ક્ષફળ મળે છે, ૨૦
એ પ્રમાણે શ્રોતાઓએ શુદ્ધ ભાવે શ્રમણ માહણની સેવા પર્યપાસના કરવાથી સિદ્ધાંત શ્રવણકુળ અને સિદ્ધાંત સાંભળવાથી જાવત્ મિક્ષફળની પ્રાપ્તિ કહી છે.
પ્રશ્ન ૧૦–શ્રમણોપાસક કેટલા પ્રકારના અને કેવા ગુણવાળા હોય તે સૂત્રના આધારથી જણાવશે ?
ઉત્તર–સાંભળો. ઠાણાંગડાણે જ છે–ઉદ્દેશે ? જે--ચાર ચારના બે કે આઠ પ્રકારના શ્રમણોપાસક એટલે શ્રમણ નામ સાધુના ઉપાસક નામ ઉપાસના એટલે સેવા ભક્તિના કરનારા એવા શ્રાવક કહ્યા છે.
પ્રશ્ન ૧૧–આઠ પ્રકારના શ્રાવક અને તેમના ગુણ સૂત્રપાઠથી જણાવશે ?
ઉત્તર–હાજી, સાંભળે, ઉપર કહેલા કાણુગ સૂત્રને પાઠ--વત્તા रिसमणोवासगा प० तं० अम्मापिए समाणे १. भाई समाणे २. मित्तसमाणे ३. सवत्ति समाणे ४
અર્થ––ચાર પ્રકારના શ્રાવક પરૂપ્યા તે કહે છે--
(૧) એકેક શ્રાવક કેવા છે? તે કે - માતા પિતા સમાન-જેમ માતાપિતા બાળકનું રક્ષણ કરે. સાર સંભાળ કરે, તેમ એક એક શ્રાવક સાધુના કેઈપણ ઉપકાર વિના એકાંત વાત્સલ્યતાને કરણહાર એટલે રક્ષણને કરણહાર હય.
(૨) મભાઈ સરખે-તે એક એક શ્રાવક બાંધવની પેરે એટલે બાંધવજેમ સંસાર વ્યવહારના કાર્ય પ્રસંગે અલ્પ પ્રેમ ધરાવે; કદાચિત કોઈ એક કઠણ વચન બેલે પણ કાર્ય ઉપજ્યે અત્યંત વાત્સલ્યકારી હોય તેમ શ્રાવક સાધુ પ્રત્યે ધર્મવ્યવહારમાં ભિન્નતાને લઈને કોઈ અલ્પ પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org