________________
૨૯૨
શ્રી પ્રત્તર મેહમાળા ભાગ ૫ મે.
સમજો કે, દૂધ નીકળશે તે આખું ઘર પશે તે માટે તેને ચારો નીરવા વગેરેના શ્રમ શા માટે ઉઠાવે જોઈએ? એમ કેઈએ પિતાને માથે જોખમ રાખ્યું નહિ. છેવટે એ ગાય પ્રાણ રહિત થઈ. અત્રે રાજા એ તીર્થકર મહારાજ તથા આચાર્ય, ગાય તે સાધુ તથા શાસ્ત્રો, અને બ્રાહ્મણ તે જનમંડળના ભવ્ય પ્રાણીઓ તેમના હિતાર્થે જ્ઞાનરૂપી દુધ આપનારી ગાય તે સાધુઓ અને સૂત્રો મળવા છતાં, તેમની વૈયાવચ્ચ-વિનય ભક્તિ બરાબર ન થવાથી જ્ઞાનની આવક પણ કમી થઈ જાય છે.
૧૩. ભેરવત્ –ભેરવાળે માણસ પિતાના માલીકના હુકમ મુજબ હરે વગાડે છે. અર્થાત્ માલીકને હુકમ ભેરી દ્વારા જગતને જાહેર કરે છે. તેમ કેટલાક શ્રોતાઓ ઉપદેશકને બેધ શ્રવણ કરીને પછી તે જ પ્રમાણે બીજાને બેધે છે.
૧૪. આહીરવત–ભરવાડ ગાયની સેવા ભક્તિ કરે છે, નવરાવે છે, અવરાવે છે, અને બદલામાં તેને ગાય દૂધ આપે છે, કે જે વડે તે હૃષ્ટપુષ્ટ થાય છે. તેવી જ રીતે કેટલાક શ્રોતાઓ જ્ઞાન આપનારા ત્યાગી તથા સંસારી ઉપદેશક તેમજ પુસ્તક સૂત્રને વિનય કર છે, તેનું રક્ષણ કરે છે, એટલે ત્યાગી ઉપદેશકને આહારદિ આપ તથા વિનય ભકિત કરે, સંસારી ઉપદેશકને માન પાન તથા જોઈતી મદદ આપ, અને જે પુસ્તકથી પિતાને જ્ઞાન મળે તે પુસ્તકને બહાળે પ્રચાર કરે. આ પ્રમાણે પિતે ઉપદેશકને વિનય કરે અને બદલામાં તેમની પાસેથી જ્ઞાન મેળવી આત્મિક પુષ્ટિ પામે.
એ ૧૪ પ્રકારના શ્રોતામાં પ મ હંસવતુ , ૭ મે બકરીવતું , ૯ મિ. જળવત, ૧૧ મે સેલેવત , ૨૩ મેં ભેરવત, ૨૪ મે આહીરવત્ , એ ૬ શ્રોતાઓ ઉપદેશ શ્રવણ કરવા અને જ્ઞાન મેળવવાને લાયક છે.
૨ જો કુંભવત્ કહ્યો તેમાં પૂર્ણ ઘડા જેવા શ્રોતા ઉપદેશકને લાયક જાણવા અને કુટેલા ઘડા જેવા નાલાયક જાણવા.
બાકીના ૭ શ્રેતાઓ ઉપદેશ શ્રવણ કરવા અથવા જ્ઞાન મેળવવાને લાયક નથી. એ ૨૪ પ્રકારના શોતાનું સ્વરૂપ કહ્યું.
પ્રશ્ન –શ્રેતામાં કેટલાગુઅને કેવા કેવા પ્રકારના ગુણે હેવા જોઈએ ?
ઉત્તર–શ્રોતાઓમાં ૨૪ પ્રકારના ગુણે અવશ્ય હોવા જોઈએ. તે એ કે–૧ ભકિતવંત, ૨ મીઠાબેલે, ૩ ગર્વ રહિત, ૪ સાંભળવાપર રૂચી હેય; પ ચંચળતા રહિત એકાગ્ર ચિત્તે સાંભળે અને ધાર, દ જેવું સાંભળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org