________________
૨૯૦
શ્રી પ્રશ્નોત્તર મહનમાળા–ભાગ ૫ મે.
૩. ચારણીવત્ –ચારણીમાં પાણી નાખીએ તે તેમાંનાં સંખ્યાબંધ છિદ્રો વાટે તે નીકળી જાય છે. તેમજ મેહ, મત્સર, પ્રમાદ, આદિ છિદ્રોવાળા શ્રેતાઓના હૃદયમાં રેડાતે સર્વ ઉપદેશ એ છિદ્રો વાટે તક્ષણ વહી જાય છે.
૪. સુગ્રહીના માળાવત્ –વિચક્ષણ પ્રકારના ઘર અથવા માળા બાંધવા માટે પ્રખ્યાત થયેલી સુગ્રહી અથવા સુધરીના માળામાં ઘી વગેરે બાળી શકાય છે, અર્થાત્ ચેખું ઘી તેમાંથી વહી જાય છે અને તૃણ કાષ્ટ, કીટ, કચરે આદિ ચીજોને પકડી રાખે છે. તેવી જ રીતે એવા પણ શ્રોતાઓ છે કે જેઓ ઉપદેશને ઉત્તમ ભાગ વહી જવા દે છે અને તેને કચરોજ ગ્રહણ કરે છે.
૫. હંસવત્ –સુગૃહીના માળાથી ઉલટું કામ હંસ કરે છે. પાણીથી મિશ્ર કરેલા દૂધમાંથી દૂધનેજ જુદું પાડી પીએ છે. તેમજ ઉત્તમ શ્રોતાઓ ઉપદેશકના શબ્દોમાં રહેલું તત્ત્વ ખેંચવા સાથે જ પિતાનું કર્તવ્ય છે, એમ માને છે.
૬. મહિષીવતઃ–મહિષી એટલે ભેંસ જ્યારે પાણી પીવા તળાવમાં જાય છે ત્યારે તે પહેલાં મસ્તક, શીંગડાં અને પગવડે પાણી ડેળી નાખે છે, પછી મળમૂત્ર કરે છે. ત્યારપછી તેજ જળ પીએ છે. તે નિર્મળ પાણી પી શકે નહિ અને બીજાના પીવાના પાણીને પણ નિર્મળ રહેવા દે નહિ. એવી જ રીતે કેટલાક જીવે ખરા ઉપદેશને ડોળી નાખે છે અને તે ડેબેલું પિતે ગ્રહણ કરે છે અને બીજાને પણ તેમજ કરવા કહે છે. ઘણીએ મસ્તાની ભેસેએ સૂત્રોના શુદ્ધ જળને ગ્રંથરૂપી શીંગડાથી તથા એકાંતવાદના ચરણુંવડે ડાળી કાદવમિશ્ર કરી નાખ્યું છે. એવું પાણી પીનારા તાજને પણ મસ્તાની ભેંસની પેઠે શુદ્ધ ઉપદેશકને ધક્કો મારી પજવતા જોઈએ છીએ.
૭. બકરીવત્ –ભેંસથી ઉલટા સ્વભાવની બકરી કિનારે ઉભી ઉભી નિર્મળ જળ પીએ છે. તેમજ તે બીજાને પીવાના પાણીને ડોળી નાખતી નથી. મસ્તાની ભેસે તેફાનને લીધે ઘણા જનનું લક્ષ ખેંચે અને આ નિરપરાધી. ગરીબડી, સીધે રસ્તે જનારી બકરીઓ કોઈ ધામધુમ ન કરતી હોવાથી જનસમાજની દૃષ્ટિ ખેચી શકે નહિ એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. સજજને તે શુભ જળને પીવાને ખપ કરનારી બકરીઓની એટલી બધી પ્રશંસા કરે છે કે “અક્કલ બડી કે ભેંસ” એવી એક કહાણી થઈ પડી છે. ઉપરના ન્યાય પ્રમાણે કેટલાક શ્રેતાઓ શણ બકરીની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org