________________
૨૮૯
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૫ મે. सीलघन १, कुंभ २, चारणो ३, पडिपुन ४, ईस ५, महिस ६, fમણેય ૭, ૮, પણ ૧, વિટથી ૨૦, ગાદા ૧૨, જાણો ૨૨, મરિ રૂ, અલી ૨૪.
અર્થ –એકેક શ્રોતા કેવી હોય છે કે-૧. સીનર પત્થર ઉપર ભારેમાં ભારે ગણાતે “પુષ્કર સંવર્તક” મેઘ મુશળધારા સાત અહોરાત્રિ પડે તે પણ પત્થર પલળે નહિ, એ દષ્ટાંત કેટલાક શ્રોતાઓને ઉત્તમત્તમ ગુરૂને બેધ મળવા છતાં તેઓ બીલકુલ બુઝતા નથી. (જ્યારે કાળી અને કરાળ ભૂમિ સમાન કેટલાક જીવે થોડાં વરસાદરૂપ ઉપદેશને પણ શીઘ ગ્રહણ કરી લે છે. ) - ૨. કુમારકઈ કુંભ અથવા ઘડો તળેથી કાણે, કઈ પડખેથી કાણે, કઈ કાંઠા રહિત અને કઈ સંપૂર્ણ હોય છે. તળેથી કાણે ઘડે જ્યાં સુધી આડે હાથ રાખીએ અગર જમીન સાથે બરાબર ચૂંટેલે રાખીએ ત્યાં સુધી તેમાં પાણી રહી શકે છે. અને આધાર દૂર થતાં તરતજ પાણી વહી જાય છે. તેમજ કેટલાક શ્રોતામાં, ઉપદેશક પાસે હોય ત્યાં સુધી અસર રહે છે, પણ ઉપદેશક જુદા પડ્યા કે તેની સાથેજ ચાલ્યું જાય છે. પડખે કાણુ ઘડામાં થોડુંક પાણે રહે છે અને કાંઠા રહિત ઘડામાં તેથી વધારે પાણી રહી શકે છે. પરંતુ પૂરેપુરું જળ તે અખંડ ઘડામાંજ રહી શકે છે. તેમજ વળી તે જળ અવાજ પણ કરતું નથી, છલકાતું પણ નથી.
એવીજ રીતે કેટલાક શ્રોતા પૂર્ણ ઉપદેશ ગ્રહણ કરે છે, સંપૂર્ણ ઘડાની અંદરનાં સર્વ પુદ્ગલે જેમ જળથી શિતળ બને છે તેમ તેવા શ્રોતાના અંતરમાં રગે રગે ઉપદેશ લાગી જાય છે, અને તેઓ છલકાઈ જતા નથી; ધાંધલ કરતા નથી, પરંતુ બીજાની તૃષા મટાડે છે. નિર્મળ કરે છે અને શાંતિ આપે છે.
વળી પણ ઘડાના ઘણા પ્રકાર છે, કઈ ઘડો અંદરથી સુવાસિત ( સુગંધીદાર) દ્રવ્યથી લપેલે અથવા બનેલ હોય તે તેની અંદરનું જળ પણ સુગંધીદાર બનશે અને જે અંદરથી દુર્ગધી પદાર્થથી લીંપેલે કે બનેલ હશે તે જળ પણ તેવું જ થવાનું. વળી કા કુંભ હશે તે સહજમાં ફસી પડશે અર્થાત્ ગળીને ફૂટી જશે અને પરિપકવ હશે તો સારે ચાલશે. એજ પ્રમાણે શ્રોતાના સ્વભાવ સંબંધમાં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org