________________
શ્રી. પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૪ થા.
ઉત્તર-શ્રમણ સૂત્ર સાધુનું છે તે વાત ખરી છે, પણ શ્રાવકને તે સૂત્ર પ્રતિક્રમણમાં ભણવાની આવશ્યકતા હોય એમ પણ જણાય છે. કારણ કે દશાશ્રુતસ્ક ંધ સૂત્રમાં પડિમાધારી શ્રાવકને શ્રમણા કહ્યા છે. એટલે જેવા ધર્મ શ્રમણ નીગ્રંથના કહ્યો છે તેવાજ ધર્મ પડિમાધારી શ્રાવકના કહ્યો છે. ને તે સાધુની પેઠે અવશ્ય બે ટંકના પડિકમણા કરે છે તેમાં શ્રમણ સૂત્ર કહેવાનો સંભવ છે, કારણ કે-શ્રમણ સૂત્રના પાંચ પાડે છેતેમાં પહેલા પાઠમાં રાત્રિને વિષે સ્વગ્ન લાધ્યું હોય તેનું પ્રાયશ્ચિત ટાળવુ તે શ્રાવકનું અવશ્ય કાર્ય છે માટે પેલે પાડ શ્રાવકને અવશ્ય કહેવા જોઇએ. ૧ બીા પાડમાં ગોચરી ( ભિક્ષાચરી ) ના દેષ લાગ્યા હાય તે આલેાવવાનુ છે તે પડિમાધારી શ્રાવક પણ છેંતાળીસ દેષ રહિત સાધુની પેઠેજ ભિક્ષાચરી કરે છે. માટે તે પાડના શ્રાવકને અવશ્ય ખપ પડેજ ૨. ત્રીજા પાઠમા સશય તથા પડીલેખણા કરતા દોષ લાગ્યા હોય તે આલેાવવાના છે, તેમાં પણ શ્રાવકને સજ઼ય તથા ડિલેખા હમેશાં કરવાનો સંભવ છે. તેથી ત્રીજે પાઠ પણ પ્રતિક્રમણમાં કહેવાની જરૂર પડેજ ૩. ચોથા પાઠમાં એક બેલથી માંડી ૩૩ એલની સમજણ કહી છે, તેમાં કેટલાએક સાધુને જાણવાજોગ આદરવાજોગ ને છાંડવાજોગ છે. તેમજ શ્રાવકને પણ જાણવા, આદરવાના છાડવાજોગ છે. અને વીશ અશાતના ટાળવી કહી છે. તે પણ સાધુને શ્રાવક બન્નેને અશાતના ટાળવાની જરૂર છે. વળી જ્ઞાનના અતિચાર પણ ચોથા પાઠમાં ટાળવાં કહ્યા છે તે સાધુ અને શ્રાવકને બન્નેને ચૈાધા આવશ્યકમાં શરૂઆતમાંજ સરખી રીતે ટાળવા કહ્યા છે. માટે ચાથે પાડ તો શ્રાવકને અવશ્ય ભણવાજ જોઇએ, એટલે પ્રતિક્રમણમાં તે પાઠ અવશ્ય કહેવા જોઇએ ૪. પાંચમાં પાઠમાં ચોવીસ તિર્થંકરના પ્રરૂપ્યા ધર્મનું મહાત્મ તથા ધર્મની ઓળખાણ તથા મુનીના ધર્મની અને મુનીની ઓળખાણ બતાવી છે. તે સાધુની પેઠે શ્રાવકને પણ અવશ્ય જાણવુ જ જોઇએ ૫.
૨૮૦
પ્રશ્ન ૯૫———ત્યારે કઈ કહે કે-પડિમાધારી શ્રાવકને તે તે પ્રમાણે ( સાધુની પેઠે શ્રમણ સૂત્ર સહિત ) પ્રતિક્રમણ કરવું તે ડીક. પણ પોષામાં શ્રમણ સૂત્ર કહેવાની શી જરૂર છે ?
ઉત્તર---પાષાની કરણી પણ તેવીજ છે. ફક્ત આહાર કરવા નથી બાકીની બુક પિંડમાધારીની પેઠેજ છે. પાષાવાળાને પણ વખતે શરીરના પ્રયાગે ભિક્ષાચરી કરી પાણી પ્રમુખ લાવવુ થાય છે. માટે પોષાવાળાને પણ શ્રમણ સૂત્ર કહેવાની આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org