________________
શ્રી પ્રત્તર મોહનમાળા–ભાગ ૪ . ૨૭૭ ઉત્તર–વતવાળાને તે અવશ્ય બે ટંકના પ્રતિક્રમણ કરી અતિચાર દેવ ટાળવા જ જોઈએ અને તે સિવાયનાને પણ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. કારણ કે તેને કઈપણ પ્રકારના પચ્ચખાણ હેય તેમાં જાણપણે કે અજાણપણે દોષ લાગેલ હોય તે ટાળવું જોઈએ. વળી વ્રત વિના પ્રતિક્રમણ કરવા કરાવવાવાળાને કદાપિ સ્પર્શના ન હોય તે પણ તેને સદહણ પ્રરૂપણું રૂપ ધર્મ સાચવી શકાય. માટે વ્રત વિનાને પ્રતિક્રમણ કરી સદણ પ્રરૂપણ શુદ્ધ કરવાની જરૂર છે. અને જેને હંમેશાં પ્રતિક્રમણ કરવાની ટેવ હોય તેને કઈ વખત વ્રત આદરવાની પણ ઈચ્છા થાય તે વખતે તેની સ્પર્શના પણ શુદ્ધ થાય છે. માટે શ્રાવક ધર્મમાં ઉત્પન્ન થયેલાએ સામાયિક અને પ્રતિકમણ તે અવશ્ય કરવા જ જોઈએ.
પ્રશ્ન ૮૯–જેનું શરીરબળ નિર્બળ થઈ ગયું હોય તેને આત્મ કલ્યાણ શી રીતે કરવું ?
ઉત્તર–તેના માટે અધ્યાત્મ પરીક્ષામાં પાને ૧૭૩ મે કહ્યું છે કે – देहवलं जइए दड्ड तहवि, मणोधिइ बलेण जइ अव्वं तिसिओ पत्ताऽभावे, करेल #િળ ન વા | ૨૭ /
અર્થ ગિાદિકે કરી શરીર નિર્મળ થઈ ગયું હોય તે મન બુદ્ધયાદિકના બળે કરીને વેગ ધારણ કરે. જેમ પુરૂષને જ્યારે તૃષા લાગે છે ત્યારે તેની પાસે જે પાણી પીવાનું પાત્ર ન હોય તે હાથે કરી પાછું પીએ છે, પણ તરસ્યા રહેતું નથી. તેમ તથાવિધ કાળબળ ન છતાં પણ જેને મોક્ષની અભિલાષા હોય તેણે મને બળે કરી માર્ગને વિષે પ્રવૃત્તિ કરવી. - દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શ્રાવકની ડિમાના અધિકાર પડિમ અંગીકાર કરવાને કાળ જગન્ય ૧, ૨, ૩, દિનને કહ્યો છે. તેને હેત પણ એજ જણાવે છે કે પોતાનું આયુષ્ય નજીક આવ્યું જાણીને છેવટની સ્થિતિએ પણ મન બુદ્ધિયાદિકના બળે કરીને અગ્યાર પડિમા મહેલી ગમે તે પશ્ચિમ (પ્રતિજ્ઞા) ધારણ કરી એકાદ દિવસમાં પણ આત્મકલ્યાણ કરવું હોય તે તેમ બની શકે છે. એનું નામ પણ ચગે માર્ગને વિષે પ્રવૃત્તિ કરી કહેવાય એમ ઉપરના ન્યાયથી સાબીત થાય છે.
પ્રક્સ ૯- જે પુરૂવ બળના સમયની શાવનાએ કરી બળે નહિ ચા બળ રહિત સમયમાં ભવિષ્ય કાળ ઉપર ભરોસો રાખી આળસ કરીન બેસી રહે અને એમ કહે કે આગળપર વૃદ્ધપણામાં ધર્મ કરશે એમ કેટલાકને બોલતા સાંભળીએ છીએ તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org