________________
૨૭૬
શ્રી પ્રનેાત્તર મહનમાળા-ભાગ ૪ થ
ટાળવાથી સાધુપણું નિર્મળ થાય છે.-અપ્રત્યાખ્યાનની ચોકડી ટાળવાથી શ્રાવક ધર્મ નિર્મળ થાય છે. અને અનંતાનુબંધીની ચાકડી ટાળવાથી સમક્તિ નિળ થાય છે, અને એ હદ આળગવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે.
આને પરમાર્થ એ છે કે-બાર મહિને સવત્સરી પ્રતિક્રમણ કરી વેર વિરાધને ક્ષમાવે નહિ તે એમ માનવુ· જે આ જીવને અનંતાનુબંધીને ગાઢ ઉદય છે. તેથી સમક્તિના નાશ થવા સાથે નરક ગતિના આઉખાને બંધ પડે છે.-એ પ્રમાણે ચાર મહુિને ચામાસી પ્રતિક્રમણ કરી, વેર વિરેાધને ખમાવે નહિ તે શ્રાવક ધર્મના નારા થવા સાથ તિર્યંચ ગતિના આઉખાના બધ પડે છે.તેમજ પક્ષીએ પક્ષીએ પ્રતિક્રમણ કરી વેર વિરાધને ટાળે નિહ, ખમાવે નહિ તે સાધુ ધનો નાશ થવા સાથે મનુષ્ય ગતિના આખાના અધ પડે છે, અને દિવસ તથા રાત્રિનુ પ્રતિક્રમણ કરી વેર વિરોધને ટાળે નહિ, ખમાવે નહિ તે કેવળજ્ઞાન અટકે છે. માટે પાંચે પ્રતિક્રમણ કરવાથી આત્માને મહા લાભ થાય છે.
પ્રશ્ન ૮૭-સામાયિકના પાંચ અતિચાર છે તેમાં પ્રથમના ૩ ના અર્થ તો સુગમ છે. સમજાય તેવે છે પણ ચેથા પાંચમાને અર્થ શું?
ઉત્તર-ચેાથા અતિચાર “ સામાઇસ્સ સઈ અકરણાએ ” એટલે સામાયિક મે કીધી કે નથી કીધી તે ઉપયોગ ડામ ન રાખ્યા હોય (એટલે તેમાં ઉપયેગ રહ્યો ન હોય) તથા પાંચમે અતિચાર “ સામાઇસ્સ અણુ વહીયસ કરણાએ ” એટલે ઉપયાગ વિના સામાયિક પુરૂં થયા વિના, પાળ્યુ હાથ, અથવા સામાયિકમાં સાવજ્જ કર્મ કરી મન, વચન, કાયાના જોગ સ્થિર રહ્યો ન હેાય. ( એ પ્રમાણે દરીયાપુરીની ચાપડીમાં અર્થ છે. )
અને કોઇ એમ પણ અથ કરે છે કે-છતી શક્તિએ સામાયિક ન કરે તે ૪ થે અતિચાર લાગે, અને સામાયિકના કાળ પુરા ન થયે પાળે તે પાંચમે અતિચાર લાગે. એમ “ કોનફરન્સ પ્રકાશના પુસ્તક ૬; અંક ૧૬ મે; પૃષ્ઠ ૧૪ મે; કલમ ૩ જે લખ્યુ છે. પણ ચોથા અતિચારના અ લાડુ થતા નથી; કારણ કેસામાયિક લીધેલાને માટે અતિચાર કહ્યા છે અને આને તે વ્રતધારીને મટે લાગુ પાડ્યું છે માટે મળતું નથી. પેલે અથ કાંઇક ઠીક લાગે છે.
પ્રશ્ન ૮૮—જેને વ્રત અંગીકાર કર્યા હોય તેને પ્રતિક્રમણ કરવાની જરૂર હાય પણ જેણે વ્રત આયાં નથી તેને પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? તેને કયા વ્રતના અતિચાર આલાવવા હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org