________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ છે.
२७५
જીવની હિંસા તેમાં થોડું પાપ. અને બીજી રીતે શાસ્ત્રથી એમ પણ જણાય છે કે જેમાં જીવની રાશી વધારે હોય છે તેમાં રસ પણ વધારે હોય છે, અને રસવાળી ચીજ જીભને સ્વાદિષ્ટ વધારે લાગે છે, એવી ચીજ ઉપર જીવનું ગૃદ્ધીપણું થવા સાથે મુછભાવથી ભેગવવામાં આવે તે પાપને નિવડબંધ થાય છે અને વૃદ્ધપણ રહિત અમુછભાવે ભેગવવામાં આવે તે પાપને મંદ બંધ થાય છે. સૂયગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે-કઈ સાધુ આધાકર્માદિ દોષ આહાર કરતા કર્મો કરી લેપાય છે એ સંકલ્પ અનેરા પુરૂષે કોઈએ કરે નહિ તેમજ નિર્દોષ આહાર કરતે કમેં નથી લેપતે એ પણ સંકલ્પ છાસ્થને કરે ઘટતું નથી. એ અભિપ્રાય આપવાને છાસ્થને વહેવાર પહોંચતું નથી. તેનું કારણ કે-કઈ સાધુ ગાઢાગાઢ કારણે અર્થાત્ અનિવાર્ય કારણે કેઈ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવના સ્વરૂપને જાણનાર ગીતાર્થ કાર્યાકાર્યને વિચાર કરીને કદી સદોષ આહાર અમૃદ્ધીપણે અમુછિંત ભાવે ભગવે તો તે કર્મ કરી લેપાય નહીં. અને શુદ્ધ નિર્દોષ આહાર લાવી વૃદ્ધીપણે મુછભાવે સાધુ આહાર કરે તે કમેં કરી લેપાય છે એમ સૂત્ર કરતા જણાવે છે એ ન્યાયે ઇંદ્રિયને વશ પડેલાં પાંચે ઇદ્રિના વિષય સુખમાં આશક્ત એવા પ્રાણીઓને મુછભાવે વૃદ્ધીપણે વર્તતા વિશેષ પાપકર્મ લાગવાને સંભવ છે. સંસારમાં રહેલા પ્રાણી પણ અમુછભાવે અમૃદ્ધપણે સદા સુવં તદ્દા મુત્ત એટલે જેવું લાગ્યું તેવું ભેગવે તેમાં આશક્ત રહે નહિ તે તે જીવ કમેં કરી લેપતા નથી.
પ્રશ્ન ૮૬–દેવસી, રાઈસી, પક્ષી, માસી ને સંવત્સરી, એ પાંચ પ્રતિક્રમણ કરવાનું શું કારણ ?
ઉત્તર–પ્રથમ તે એ કે દિવસમાં અજાણપણે કાંઈ પણ લાગેલું પાપ તે સાંજના પ્રતિકમણમાં આલેચવાથી છૂટે છે. અને રાત્રિમાં અજાણુપણે યા સ્વપ્ન પ્રમુખમાં લાગેલું પાપ તે પ્રભાતના પ્રતિક્રમણમાં આલેચવાથી તે પાપથી મુક્ત થવાય છે. એ પ્રમાણે પાંચે પ્રતિકમણનું સમજવું.
વળી બીજી રીત-સ્વજળની ચોકડી ટાળવાને માટે એટલે સ્વજળને કષાય ઉદય થયો હોય તે પાપ ટાળવાને માટે દિવસ તથા રાત્રિનું પ્રતિક્રમણ છે.
પ્રત્યાખ્યાનની ચેકડી ટાળવાને માટે પક્ષીનું પ્રતિકમણ છે. અપ્રત્યાખ્યાનની ચેકડી ટાળવાને માટે માસી પ્રતિક્રમણ છે અને અનંતાનુબંધીની ચિકડી ટાળવાને માટે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે. એટલે, સજ્વળની ચોકડી ટાળવાથી કેવળજ્ઞાન-કેવળપદ પ્રાપ્ત થાય છે -પ્રત્યાખ્યાનની ચેકડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org