________________
શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૪ છે.
ર૭૩
મરે તે વ્યંતર દેવતાનું આયુષ્ય બાંધે, આચાર્યા દિકની અવજ્ઞા કરે, સાધુ આદિની હેલણ નિંદા કરે, અવર્ણવાદ બેલે, ગુરૂવાદિકથી કપટ ભાવે વર્તે ઈત્યાદિક દૂષ્ટ પરિણામે ફિલ્મી દેવતાનું આઉખું બાંધે. તથા તપ મિથ્યાદિષ્ટીના ગુણની પ્રશંશા કરે, મિથ્યાત્વને મહીમા વધારે, અજ્ઞાન તપ કરે અથવા અત્યંત ક્રોધી હવે તે પરમાધામીનું આયુષ્ય બાંધે.
પ્રશ્ન ૮૧–જવે અહિંયાં પરભવનું આઉખું ખાંધ્યું તે જીવ મરી પરભવે જાય છે તેને સામી ગતિમાં લઈ જનાર કેણ ? અને તે કેવી રીતે સામી ગતિમાં જાય ?
ઉત્તર–ગતિ નામ કર્મના ઉદયથી જીવે આઉખા સાથે નરકાદિક જે જે ગતિના પર્યાય મેળવેલા હોય તે પયય પામે ત્યારે નરકાદિક નામ કહેવામાં આવે. જ્યારે જીવ મરે ત્યારે આકર્મ મુખ્યપણે અને ગતીનામ કર્મ સહચારી હોય છે. જ્યારે જીવને આંહીથી ચવવાનું થાય ત્યારે જે ગતિમાં જવું હોય તે ગતિની અનુપુર્વિનું આકર્ષણ કરી લઈ જાય છે ત્યારે તે જીવ તેજ ગતિ નામ અને આયુ કર્મને વશ હોવાથી જહાં ઉત્પન્ન થવું હોય ત્યાં તે સ્થાનકે પહોંચે છે. જેમ દોવાવાળી સુઈને ચમક પાષાણુ આકર્ષણ કરે ત્યારે સુઈ ચમક પાષાણની તરફ ખેંચાઈને જાવે અને દરે પણ સુઇની સાથેજ જાવે. એ ન્યાયે નરકાદિક ગતિઓના સ્થાનક ચમક પાષાણુ સમાન છે. આઉકર્મ તથા ગતિ નામકર્મ લેહની સુઈ સમાન છે. જીવ દોરી સમાન વચ્ચે પ્રેયા હોવાથી પરભવમાં જીવને આયુ તથા ગતિ નામકર્મ લઈ જાય છે. જેવી જેવી ગતિ નામ કર્મના જ બંધ કર્યા છે. શુભ વા અશુભ તેવી ગતિમાં જીવ તેજ કર્મના ઉદયથી ત્યાં જઈ રહે છે.
પ્રશ્ન ૮૨– અહીંયાં કઈ કઈ એવી કલ્પના કરે છે કે–પાપી જેને વમ, અને ધર્મ ને સ્વર્ગના દૂત મુવા પછી લઈ જાય છે. તથા જબરા ઇલ ફરસ્તા અને લઈ જાય છે. આમ દરેક મતવાળા બોલે છે તેનું કેમ?
ઉત્તર–તે સર્વ મિથ્યા કલ્પના છે, કેમકે જ્યારે યમ તથા સ્વયિ દૂત ફિરસ્તા મરતા હશે ત્યારે તેને કણ લઈ જતા હશે ? અને જીવ તે જગતમાં એક સાથે અનંતા કરે છે, જમે છે. તે સર્વને લઈ જવાવાળા એટલાં યમ કયાંથી લાગતા હશે અને એટલા ફરિસ્તા કહાં રહેતા હશે ? જે જીવ આ સ્થલ શરીરમાંથી નીકળ્યા પછી કોઈના હાથમાં આવતું નથી તે વાસ્તે પુક્ત કલ્પને જેણે સર્વજ્ઞાન શાસ્ત્ર સાંભળ્યા નથી એવાઓએ કરેલ છે. તે વાતે મુખ્ય આયુકર્મ તથા ગતિનામકર્મના ઉદયથી જીવ પરભવમાં જાય છે. એમ અનંત જ્ઞાની કહી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org