________________
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૪ થે.
મિત્રદ્રોહ હોવે, ગુરૂ-સાધુપર દ્રોહ કરે, ઉતસૂત્રપરૂપે, મિથ્યા મતને મહીમાં વધારે, કૃષ્ણ નીલકાપતલેશાને અશુભ-મલીન પ્રણામવાળા જીવનરકનું આઉખુ બાંધી નરક ગતિમાં જાય.
પ્રશ્ન ૭૮–તિર્યંચ ગતિના આઉખાને બંધ કેવી રીતે.
ઉત્તર જેનું ગૂઢ હદય હોય એટલે જેના કપટની કોઈને ખબર ન પડે, ધુ હોય, મુખે મીઠું મીઠું બોલે, હૃદયમાં કોતરણી રાખે, જુઠ દુષણ પ્રકાશે, માયા સહિત જુઠું બોલે, આર્તધ્યાની આલેકને અર્થે તપ કિયા કરે, પોતાની પુજા મહીમા નષ્ટ હોવાના ભયથી પોતાના કુકર્મ ગુરૂવાદિકની આગળ આગળ પ્રકાશે નહિ, જુઠું બોલે, ઓછું દેવે અધીકું લેવે, ગુણીજન ઉપર ઈર્ષા કરે,કષ્ણાદિ ત્રણ મધ્યમ લેશાવાળા જીવ તિર્યંચ ગતિનું આયુષ્ય બધે, અને તિર્યંચ ગતિમાં જઈ ઉપજે.
પ્રશ્ન ૭૯–મનુષ્ય ગતિમાં જવાના આઉખાને બંધ કેવી રીતે ને શા કારણથી હોય ?
ઉત્તર--મીથ્યાત્વ કષાય જેને સ્વભાવે મંદોદય હોય, સુપાત્ર કુપાત્રની પરીક્ષા વિના વિશેષ યશ કિર્તિની વાંછા રહીત દાન દેવે, સ્વભાવે દાન દેવાની તીવ્ર રૂચી હવે, ક્ષમા, આર્જવ, માર્દવ, દયા, સત્ય, સરલતા. મનશુદ્ધી આદિ મધ્યમ ગુણમાવર્તિ, સત્સંગ અને ગુણાનુરાગી હોવે, દેવ ગુરૂની ભક્તિ કરવાવાળ કપોત લેશાના પરીણામવાળા મનુષ્ય તિર્યંચાદિ મનુષ્યા, બધી મનુષ્ય ગતિમાં જઈ ઉપજે.
પ્રશ્ન ૮૦–દેવતાનું આયુષ્ય બાંધવાના કારણે કયા કયા હોય છે અને કોણ કોણ બાંધે છે ?
ઉત્તર–અવતી સમ્યક છી મનુષ્ય તિર્યંચ, દેવતાનું આયુ બાંધે સુમિત્રના સાગથી, ધર્મની રૂચીવાળા, દેશ વીરતી સરાગ સંયમી દેવાયું ખાંધે એટલે માનીકનું આઉખું બંધ. બાળપ, અર્થાત દુઃખ ગર્ભિતુ , મોહગર્ભિત, વૈરાગે કરી, દુષ્કર કષ્ટ, પંચાગ્નિ સાધન રસપરીત્યાગ આદિ અનેક પ્રકારનાં અજ્ઞાન કરવાથી, નીંદા સહીત અત્યંત રોષ તથા અહંકારથી તપ કરે તે અશુરાદિક દેવતાનું આયુ બાંધે, તથા અકામ નીર્જર અજાણપણે ભુખ તૃષા શીત ઉષ્ણ રોગાદિ કષ્ટ સહન કરવાથી સ્ત્રી ન મળે શીયળ પાળે, વિષય ની પ્રાપ્તિના અભાવથી વિષય ન સેવે ઈત્યાદિ અકામ ની જેરાએ તથા બાળમરણ અર્થાત્ જળમાં ડુબી મરે, અજ્ઞીમાં બળી મરે, પાપાત ખાઈ મરે, ઇત્યાદિ મરણે મરતાં શુભ પરિણામની વર્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org