________________
શ્રી પ્રત્તરમેહનમાળા–ભાગ ૪ શે. કહે તે ઉડાડી મુકે) અટલે આઉખું તૂટવાને સ્વભાવ તેના હાથમાં છે, તે
જીવાડે તે જીવે અને મારે તે મરે માટે કેવલી તેનું આઉખુ તેના હાથમાં કહે તેમ સંભવે કે કેમ?
ઉત્તર–આવા કેટલાક વાક્ય અતિ પ્રશ્ન રૂપ થાય કે સૂવને બાધ કરતા થાય છે. એટલે સૂત્રમાં એવી વાત નથી પણ આઉખુ તૂટવું થાય છે એમ સૂત્રના ન્યાયથી સાબીત થાય છે, પરંતુ ઉપરની વાત લેક ભાષામાં વપરાય છે એ વ્યવહાર ભાષા છે. પણ જ્ઞાની પુરુષના જાણવામાં આવે અને તે કહે તે અન્યથા થાયજ નહિ. માટે ઉપરની વાત પ્રમાણભૂત નથી. કેવલી કહે કે એનું આઉખુ લાંબુ છે તે પારાધીથી તે જીવ કદા કાળે મરેજ નહિ. કેવલને શ્રેય ભાષે તે બોલે, નહિ તે ન સાધે, આઉખા સંબંધીમાં સેપકમી અને નિરોપકમી બેય ભાવ કેવલી જાણે છે, અને છમને તે વહેવાર પહચત નથી માટે વેહવાર ભાષાએ આઉખું તૂટવું માનવું તે સૂત્રના ન્યાયે ઠીક લાગે છે.
પ્રશ્ન ૬૮-– કોઈ કહે કે-જીવ કોઇને માર્યો નથી. જીવ તો અખંડ અવિનાશી છે. જે એમ હોય તો પછી જીવ, કેઇન માયે કેમ મરે ? અને તેનું પાપ પણ ક્યાંથી લાગે.
ઉત્તર–નિશ્ચય નયે જીવ કેઈને માર્યો મરતો નથી તે વાત સત્ય છે પણ વ્યવહારથી તેના પ્રાણ પર્યાયની હાનીયે તેના વિનાશે જીવને પણ વિનાશ થયો કહેવાય, અને શાસ્ત્રકાર પણ પ્રાણની હાનીનું જ પાપ કહે છે અને વ્રતમાં પણ પ્રાણના અતિપાતનું વેરમણ – પ્રાણના થતા વિનાશથી નિવવું અર્થાતુ પ્રાણીના પ્રાણના આતિપાતનું લાગેલું પાપ તેની આલેચન કરવાનું કહ્યું છે. પણ જીવના અતિપાતનું કહ્યું નથી, અને જીવને અતિપાત થતું પણ નથી. પ્રાણને અતિપાત થાય છે માટે શાસ્ત્રકાર તેના વિનાશે તેને વિયેગે હિંસા માને છે. કહ્યું છે કે-ટ્ટીવાળ ત્રીયંવષ, કથાન निश्वास मथानदायुः प्राणादशोते भगवर्द्वियुक्ता, स्तेषां वियोगी करणं तु હિંસા છે એટલે પાંચ ઇદ્રિના પાંચ પ્રાણ, ત્રણ બળ (મનબળ, વચન બળ ને કાળબળ), ઉચો ધાસ, ને નિચે શ્વાસ, ને આઉખું. એ દશ પ્રાણ ભગવતે કહ્યા છે. તેનો વિયાગ કરે અર્થાતુ નાશ કરવો તેને ભગવંત હિરા કહી છે.
માટે જીવન પ્રાણ પ્રજા, એ જીવન રૂપી ગણાય છે અને તેના વિનાશે જીવન પ્રાણીને વિનાશ કહેવાય છે. માટે જીવને આઉખા પ્રાણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org