________________
શ્રી પ્રનેત્તર મેહનમાળા——
!~~ભાગ ૪ થે.
૨૪૩
ઉત્તર-ભત્તનો ત્યાગ કરે તેને ભત્ત' શબ્દ ઘાલીને કરાવવાં અને ભત્ત'ના ત્યાગ ન કરે તેને કાળ આંધીને પચ્ચખાણ કરાવવા,
પ્રશ્ન ૩૮—કાળ બાંધીને પચ્ચખાણ કરાવવાનુ` કયા સૂત્રમાં કહ્યુ છે ?
ઉત્તર—આવશ્યક સૂત્રમાં સુરે ઉગયેના જે શબ્દ છે તે કાળ બાંધીને પચ્ચખાણ કરાવવાને માટેજ છે અને તે શબ્દની પુષ્ટિને માટે ભગવતીજી શતક “મે ઉદ્દેશે બીજે તથા ઠાણાંગ ઠાણે ૧૦મે દશ પ્રકારનાં પચ્ચખાણ કહ્યાં છે તેમાં બઢ઼ાણ પચવાળે એવા પાઠ છે તેની ટીકામાં નેાકારસી, પોરસીથી માંડીને અધમાસ ( પંદર ઉપવાસ ) માસખમણ (ત્રીશ ઉપવાસ ) વગેરે જેટલા ઉપવાસ કરવા તે અહ્વા પચ્ચખાણ એટલે કાળ બાંધી પચ્ચખાણ કરવાં કહ્યાં છે. એટલે કાળ ખાંધીને પચ્ચખાણ કરવાં કરાવવાં તે દશમા અદ્ધા પચ્ચખાણની વિધિ છે.
અર્થ ટીકાઃ--યત:-સદ્ધપત્તિ અદ્ધા જાતાઃ પ્રત્યાખ્યાન પૌત્ત્વા दिकालस्य नियमन माहच | अद्धापच्चखाण जं तं काल पमाणं देणं पुरिમટ્ટુ પોરસીયમુદત્ત માસમાસ, ઇતિ ટીકાયાં વળી ઠાણાંગજીના ખીજેઠાણે પહેલે ઉદ્દેશે કહ્યુ છે કે--પદ્મવાળે તુવિષે પાને તંગદા યો. હવે હું પદ્મપલા ર૪માં ને અન્ડ્રુ પચવલાર્ એટલે એક દી કાળનાં પચ્ચખાણ કરે,એક થોડા કાળના પચ્ચખાણ કરે એમ કહ્યુ છે.
-
વળી ઉત્તરાધ્યયનના ૩૦ માં અધ્યયનમાં એક ઇતરિત તે થોડા કાળને તપ અને બીઝે મરણ કાળને તપ એ બે પ્રકારના તપ કહ્યા છે તેમાં ઇરિત કાળના તપ તે એક ઉપવાસથી માંને છ મહિના સુધી કહેલ છે. એમ ઉપરના અધિકારથી કાળ બાંધી ઉપવાસ કરવા કરાવવા સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૯-સૂત્રમાં ભત્ત' શબ્દ કહ્યો છે તે પ્રમાણે અત્યારે ઉપવાસમાં ભત્ત શબ્દ ઘાલી પચ્ચખાણ કરાવે છે તે તે પ્રમાણે પચ્ચખાણ કરવાવાળાના ઉપવાસ શુદ્ધ થાય છે કે કેમ ?
ઉત્તર---સૂત્રમાં કહ્યા પ્રમાણે ભક્તના ત્યાગ કરી ઉપવામ કરે તે તેનાં પચ્ચખાણ શુદ્ધ થાયજ. પણ અત્યારની રૂઢી પ્રમાણે ઉપવાસ કરે તેને ભત્ત' શબ્દ ઘ લી. જે પચ્ચખાણ કરાવવામાં આવે છે તે તે ખુલ્લી રીતે તેનાં પચ્ચખાણના ભંગ થાય છે. એમ એક બાળક પણ સમજશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org