________________
ર૩૮
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ થે.
બળવાન છે, પણ આ પૃચ્છા વ્યવહાર રાશીના જીવની છે એમ રાશી માનવાવાળાનું માનવું છે. તત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૨–શિષ્ય અસઈને અર્થ ખરી રીતે શું સમજવે ? ઉત્તર–સૂત્રમાં કહ્યા પ્રમાણે અસઈને અર્થ અનેકજ થાય છે. પ્રશ્ન ર૭–અનેક એટલે એક નહિ, એમ કહી શકાય કે નહિ ?
ઉત્તર–સૂત્રમાં બેથી માંડી સંખ્યાતા અસંખ્યાતા સુધીની ગણતરિને અનેક કહેવામાં આવેલ છે.
પ્રશ્ન ૨૮–દરેક જીવને દરેક ઠેકાણે ઉત્પન્ન થવાના પ્રશ્નના ઉત્તરમાં અનેકવાર અથવા અનંતીવાર ઉત્પન્ન થવાનું કહ્યું તે ગયે કાળ તે અનંત ગયે, અનંતા પુદ્ગલ પરાવર્તન ગયા, અને પૂછયા સમયને જીવ અનેકવાર માંહેલો હોય તે તેણે અનંતકાળ ક્યાં કાઢયે ?
ઉત્તર–અવ્યવહાર રાશીના સૂમ નિગેદમાં અનંતકાળ કાલે એમ બે રાશી માનવાવાળાનું કહેવું છે.
પ્રશ્ન ૨૯–સમુચ્ચે, નિગેદમાં અકળ કાહે કહીએ તે કેમ તેમાં કોઈ વધે ખરે ?
ઉત્તર–સમુચ્ચે નિગેદમાં કહીએ તે સમુચ્ચે નિગદ નિગેદપણે રહેતે અઢી પુદ્ગલ પરાવર્તનના સમયહજટલે કાળ રહે પછી અવશ્ય નિગેદપણું છાંડવું જ જોઈએ એ વ્યવહાર રાશીના નિમેદને કાળ કહ્યો. અને અવ્યવહાર રાશીના નિમેદને કાળની ગણના છેજ નહિ માટે વ્યવહાર રાશીમાં અનેકવાર ઉત્પન્ન થયેલા જીવને તે પહેલાંને ગતકાળ અવ્યવહાર રાશી નિગોદમાં કાઢયા કહેવાય.
પ્રશ્ન ૩૦–અવ્યવહાર રાશીમાંથી નીકળેલ જીવ જે ગતિમાં પ્રથમ આવ્યું હોય અને તેજ સમયની તે જીવની પૃચ્છા હોય તેને અસઈને શબ્દ કેવી રીતે લાગુ થાય ? અસઈને અર્થ અનેકવાર અને અનેકને અર્થ બેથી માંડી સંખ્યાતી અસંખ્યાતી વાર થાય છે, તે પહેલાજ ભવને માટે શું સમજવું ?
ઉત્તર—એ તર્ક સાચે છે, પણ અવ્યવહારમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવેલા જીવને ઓછામાં ઓછા જે ગતિમાં આવે તે ગતિના બે ભવ તે અવશ્ય કરવાજ પડે, માટે ભવિષ્યને ભવ સાથે ગણીને કમાણે કડે એક ભવ જેણે કર્યો તે બીજે ભવ તે અવશ્ય કરવાનેજ માટે સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org