________________
કી પ્રશ્નોત્તર મેનમાળા–ભાગ ૪ છે.
૨૩ જેટલા સમય થાય તેટલી વખત તેટલીવાર સાતમી નરકમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમને આઉખે કોઈક જીવ ઉપજે તેટલા ભવમાં જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ એકઠું કરીએ તેથી અનંતગુણું દુઃખ નિગોદના જીવ એક સમયમાં ભગવે છે. દાંત જેમ કેઈક મનુષ્યને સાડા ત્રણ કોડ લેઢાની સુઈને અગ્નિથી તપાવીને કેઈક દેવતા સમકાલે એકી સાથે કે : તેને જે વેદના થાય તેથી અનંતગુણી વેદના નિગોદના જીવને છે. એમ આગમસારમાં કહ્યું છે.
પ્રશ્ન ૧૦–કેટલાક અવ્યવહાર શી અને વ્યવહાર રાશીની વાતે કરે છે, તે તેનું સ્વરૂપ કેવી રીતે હશે ?
ઉત્તર–વ્યવહાર રાણી અને અવ્યવહાર આ બે પ્રકારની રાથી કોઈ સૂત્રમાં મૂળ પાઠ ખુલ્લી જોવામાં આવતી નથી. પણ ગ્રંથકાર તે વિષે જણાવે છે કે
નિગોદમાં અનંતા જીવ એવા છે કે જે જીવ બસપા પહેલા ક્યારે પણ પામ્યા નથી. અનંત કાળ પૂર્વે ગો અને અનંત કાળ જશે પણ તે જીવે વારંવાર ત્યાં જ ઊપજે અને ત્યાંજ ચવે, એમ એકેક નિગોદમાં અનંતા અનંતા જીવ છે. તે નિગોદનાં બે ભેદ છે. એક વ્યવહાર રાશી નિગોદ અને બીજો અવ્યવહાર રાશી નિદ. તેમાં જે બાદ એકે દિયપણ કે ત્રસંપાઈ પામીને પાછા નિગોદમાં જઈ પડ્યા છે તે નિગોદીયા જીવને વ્યવહાર રાશીયા કહીએ અને જે જીવ કોઈપણ કાળે નિગોદમાંથી નીકળ્યા નથી તે જીવ અવ્યવહાર રાશીયા કહીએ અને અહિં મનુષ્યપણામાં જેટલા જીવ કર્મ ખપાવીને એક સમયમાં મેક્ષ જાય છે તેટલા જીવ તેજ સમયે અવ્યવહાર રાશી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને ઉંચા આવે છે, એટલે વ્યવહાર રાશીમાં આવે છે. જે દશ જીવ ભક્ષ જાય તો દશ જીવ અવ્યવહારમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવે કોઈ વખત ભવ્ય જીવ ઓછા નીકળે તે તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વ્યવહાર રાશીમાં જીવ કાઈ વધે ઘટે નહિ. એવા નિગોદના લેક માં અસંખ્યાતા ગેળા છે. તે છ દિશિને આવ્યા પુલને હારદિપણે લે છે, તે સકળ ગેળા કહેવાય. અને લોકના અંતના પ્રદેશે જે નિગદના ગળા રહ્યા છે તેને ત્રણ દિશિના આહારની ફરસના છે, માટે તે વિકલ ગોલા કહીએ એ સૂમ નિગોદમાં પાંચ સ્થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લેકમાં કાજલની કું પલીની પરે ભય થકા વ્યાપી રહ્યા છે. અને સાધારણપણું તે એક વનસ્પતિમાંજ છે પણ ચાર સ્થાવરમાં નથી. એમ આગમરમાં કહેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org