________________
૨૨૨
શ્રી પુનત્તર મેડનમાળા–ભાગ ૪ શે.'
આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે પ્રત્યેકમાં તે જઘન્ય ૧-૨-૩ અને ઉત્કૃષ્ટી સંખ્યાતા, અસંખ્યાતાને જ ભેદ હોય. પણ સાધારણ શબ્દમાં બે ભેદને સમાવેશે સંભવે છે. એક પ્રત્યેક અનંતકાય એટલે પ્રત્યેક મિશ્રિત અનંતકાય અને બીજે નિગદ અનંતકાય, તેમાં પ્રત્યેક અનંતકાય સાધારણ જે હોય તેમાં જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ આવી ઉપજે અને નિદ સ ધારણ જે છે તેમાં તે સમયે સમયે અનંતા ઉપજે ને અનંત ચવે તેને જઘન્ય કે ઉત્કૃષ્ટો ભાગ નથી, એક અનંતાન જ ભાગો ભગવતીજી તથા પન્નવણાજીમાં કહેલ છે. જીવાભિગમની ૩જી પડિવૃત્તિમાં તિર્યંચના બીજે ઉદ્દેશ બાબુવાળા છાપેલ પાને ૩૩૪ માં વનસ્પતિના અધિકારે કહ્યું છે કે –
जस्थिको तत्थसियसंखिज्जा मियअसंखिजा, सियअणंता, से तं बादरवण रसइकाइया.
અહિંયાં બાદર વનસ્પતિમાં કોઈ વખત સંખ્યાતા જીવ હોય, કોઈ વખત અસંખ્યાતા જીવ હોય, અને કોઈ વખત અનંતા જીવ હોય આ ઉપરથી પ્રત્યેક વનસ્પતિમાં અનંતા જીવ સંભવે છે.
પ્રશ્ન –નિગોદ કેટલા પ્રકારના ?
ઉત્તર–નિગોદ બે પ્રકારના, એક બાર નિગદ ૧ બીજે સૂક્ષ્મ નિગોદ ૨, હવે બાદર નિગદ તે કંદમૂળ––આદુ, સુરણ, પ્રમુખ, તેમાં સુઈને અગ્ર ભાગે સમાય તેટલામાં અનંતા જીવ છે, એટલે સિદ્ધના જીવથી તે જીવ અનંત ગુણ છે અને સૂક્ષ્મ નિગોદ, સર્વથી અનંત ગુણ છે. - હવે સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહે છે. જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા ગોળા છે, તે એકેક ગોળામાં અસંખ્યાતા નિગોદ છે. નિગોદ શબ્દનો અર્થ એ છે જે અનંતા જીવના પિંડ ભૂત એક શરીર તેને નિગોદ કહીએ. તે અકેકી નિગોદ મળે અનંતા જીવ છે, તે અતીત કાળના સર્વ સમય, તથા અનાગત કાળના સર્વ સમય અને વર્તમાન કાળને એક સમય તેને ભેળા કરી અનંતગુણ કરીએ. એટલા એક નિગોદમાં જીવ છે, એટલે એટલા અનંતા જીવ છે.
પ્રશ્ન ૯–સૂકમ નિગોદમાં દુઃખ કેટલું હશે ?
ઉત્તર--સૂમ નિગોદમાં અનંત દુઃખ છે, તેનું ઉદાહરણ કહે છે. સાતમી નરકનું આખું તેવીશ સાગરોપમનું છે, તે તેવીશ સાગરોપમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org