________________
૧૯૨
શ્રી પ્રનાર માહનનાળા——ભાગ ૩ જો.
ખંધ નથી. જે કારણ માટે કષાય ટળી ને એક શાતાવેદનીયના 'ધ છે, તે ખંધરૂપ નથી, તેથી એ સમયની સ્થિતિ કહી. પણ સર્વ જીવ પુણ્ય પાપ બેઉ સાથે બધે છે અને જેની બહુલતા તે પ્રગટપણે અને બીજા ગૌણ તામાં ગણાય છે.
પ્રશ્ન છછ——તેજીલેશ્યાનાં પુદ્ગલ સચેત છે કે અચેત ?
ઉત્તર--કેટલાક કહે છે કે તેજુવેશ્યાનાં પુદ્ગલ સચેત છે. અને કેટલાક કહે છે કે—તેજીલેશ્યાનાં પુદ્ગલ નીકળતાં અચેત છે ને નીકળ્યા પછી સચેત છે. તે ઉપર દીવાસળીનુ દૃષ્ટાંત આપે છે. જેમ દીવાસળી અચેત છે, પણ બાકસ સાથે ઝડકાવ્યા પછી અગ્નિ પ્રગટ થયે સચેત થઈ, તેમ તેજીલેશ્યાનાં પુદ્ગલ શરીરમાં રહ્યાં ત્યાં સુધી અચેત હોય અને જ્યારે બીન્ત ઉપર મૂકે ત્યારે મુખમાંથી નીકળતા અગ્નિ ( તેજુલેશ્યાનાં પુદ્ગલ ) સંચેત થાય. આમ પણ કેટલાક કહે છે, પણ સૂત્રમાં કહ્યા પ્રમાણે આ વાત ન્યાયમાં આવતી નથી.
પ્રશ્ન ૭૮~~~સૂત્રમાં આ વિષે શુ ખુલાસા આપે છે તે જણાવશે ?
ઉત્તર-હાજી, સાંભળેા-સૂત્ર સારા ખુલાસો આપે છે. ભગવતીજી શતક છ મે–ઉદ્દેશે ૧૦ મે. ગૌતમ સ્વામીએ ભગવતને પ્રશ્ન પૂછ્યુ` છે કેઅચેત પુદ્ગલ પ્રકાશ કરે ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યા કે હુતા ગેયમા ! અચેત પુદ્ગલ પ્રકાશ કરે. તા વિચારા કે-પ્રકાશ તે ઉત્પન્ન થનારના કોઠામાં કરે કે બહાર કરે ? ગૌતમે ફરીવાર પૂછ્યું કે—એવાં કયાં અચેત પુદ્ગલ પ્રકાશ કરે ? ભગવંતે કહ્યું કે-ક્રોધી અણગાર કાપ્યા થકા તેજીલેશ્યા મૂકે. તે તેજીલેશ્યા શરીરથી બહાર નીકળી થકી નજીક અથવા દૂર-છેટે જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં અચેત પુદ્દગલ પ્રકાશ કરે એમ ખુલ્લી રીતે મૂળ પાઠમાં કહ્યુ છે. પણ એમ તે નથી કહ્યું કે-નીકળતાં અચેત પુદ્ગલ પ્રકાશ કરે અને નીકળ્યા પછી સચેત પુદ્ગલ પ્રકાશ કરે.
પ્રશ્ન ૭૯-તે અદ્વૈત પુદ્ગલ, સંચેત એવા પÅ'ક્રિય જીવને કેવી રાતે દશ્ય કરે ?
ઉત્તર—જેમ આગીયા કાચ અચેત છે
તે સૂર્ય સામેા રાખતાં તેની ડાળ પડે તે પણ અચૂત છે. તે ડાળ રૂ ઉપર પડવાથી- જેમ તે ડાળ ફને ચાંટવાથી અગ્નિ પ્રગટ થઇ રૂ અથવા બીજા પદાર્થાને બાળી ભસ્મ ક, તેમ તેજુલેશ્યાનાં પુદ્ગલ જેના ઉપર મૂકે તેના ઉપર પડતાં સુધી અચેત પુદ્ગલ પ્રકાશ કરે અને તેને ચાંટે એટલે અગ્નિરૂપે સચેત થઇ દુગ્ધ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org