________________
૧૯૦
શ્રી પ્રકાર મેહનમાળી–ભાગ ૩ જે.
કરવાને તેને અધિકાર છે. જો કે તેમાં મૂછાંય નહિ. જેમકે- સમિતિ દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાલ અંતર્ગત ન્યારે રહે, ક્યું ધાવ ખિલાવે બાલ.” તે ન્યાયે તથા હમેશાં શ્રાવકની ભાવના ઠાણગજમાં કહ્યા પ્રમાણે જ વત્ય કરે કે-“ આરંભ પરિગ્રહ તજી કરી, શુદ્ધ સમક્તિ વ્રત ધાર; અંત સમય આલેયણ, કરૂં સંથારે સાર” એટલે સાધુપણાની અથવા સમકિતાદિ શદ્ધ નિર્મળ કરવાની એટલે પડિમા અંગીકાર કરી આલેચના. સહિત અણસણુ–સંથારે કરવાની ભાવનામાંજ પિતાને આત્મા રમ્યા કરે તેને કર્મને ચીકાશવાળો લેપ લાગતું નથી.
પ્રશ્ન ૭૩—પરિગ્રહથી પુણ્યપ્રકૃતિ થાય કે નહિ ?
ઉત્તર–સંસારાશ્રિત વિષય હેતુક પરિગ્રહ તે તે દુઃખદાયી છે તેથી સંસારવૃદ્ધિ થાય. પણ કોઈ કાર્ય પરત્વે પુણ્ય હેતુક તથા નિર્જરા હેતુક પણમાં પણ રાખ્યા છે. જેમ કેઈને જયારૂપ પરિગ્રહ છે. તે પિતાના સંબંધીને રહેવા માટે આપે તે તેમાં સંસારી ફળને પામે. અને તેજ જગ્યા અનુકંપાએ કઈ દુઃખી પ્રાણીને આપી તે પુણ્ય હેતુક છે. અને તેજ જગ્યા સાધુ મુનિરાજને રહેવા વાતે આપે તે નિર્જને હેતુ છે. એ ત્રણેને આપવાથી પરિગ્રહપણું ટળ્યું નથી, પણ જેવું કારણ. તેવા કાર્યની સિદ્ધિ થાય અર્થાત્ તેવા ફળની પ્રાપ્તિ થાય.
પૂર્વ કહેલો શ્રાવકને વૈભવ તેમાં પણ આ ઉપર કહેલા ત્રણે હેતુ રહ્યા છે. શ્રાવકના વૈભવમાં કેટલાક પરિગ્રહમાં ગણાતા પદાર્થોને બહુ વિચાર કરતાં અનેક વિકલ્પ થાય. પણ તેમાં સારા રહસ્ય એટલેજ છે કેજે સાધતા બાધકતા ભાવ સમજીને યથાર્થ પણે સદંહવું, પ્રરૂપવું, તે સમક્તિ દશામાં પુષ્ટિને હેતુ છે.
પ્રશ્ન ૭૪–એક સિદ્ધના જીવ વિના, સર્વ જીવને પુણ્ય પાપ બન્ને છે, તે કઈ જીવ પુણવંત કહ્યા છે અને કેાઈ જીવ પાપવંત કહ્યા છે તે
કેમ ?
ઉત્તર–તે પૂર્વે કહેલા આહારને છાતિ, જ્યારે જેને જેટલી અધિકતા હોય તેને તે મુખ્ય પણે કહીએ અને ન્યૂનતાને ગૌણપણે કહીએ. જ્યારે જીવને શુભ કર્મને ઉદય ઘણે હોય, અને અશુભ કર્મને ઉદય અલ્પ હોય, ત્યારે દેવતા પ્રમુખની ગતિ પામે તે પુણ્યવાન કહીએ. વળી જ્યારે અશુભ કર્મને ઉદય ઘણો હોય, અને શુભ કર્મને ઉદય અલ્પ હોય ત્યારે નરકાદિક અશુભ ગતિ પામે તે પાપાત્મા કહીએ. જ્યારે પુણ્ય પાપ બેઉ ક્ષય થાય, ત્યારે મેક્ષ પામે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમા અધ્યયનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org