________________
૧૮૬
શ્રી પ્રનત્તર મેનમાળા–ભાગ ૩ જે.
જીવોને પણ સાધુ સંબંધી કાંઇપણ બનવા સંભવ નથી. તે તેઓ શાતાવેદનીય કેવી રીતે ઉપરાઇ શકે? અને પુણ્યબંધ કેવી રીતે થાય? તે પણ જરા વિચાર કરે જોઈએ. માત્ર તે સૂફમનિમેદની કાયાથી કોઈ જીવને કાંઈપણ દુઃખ ન થાય તે કાયપુણ્યના ભેદથી શાતા વેદનીય કર્મ ઉપરાશે. અને નારકના જીવથી પણ બીજા ને કોઈ પ્રકારને ઉપદ્રવ ન થાય તેમજ મન, વચનથી નારકીના કોઈપણ જીવને શાતા ઉપજાવે યા તે કોઈ સમક્તિવંત જવા દેવાદિકના કહેવાથી તીર્થ કરાદિકની રક્ષા તથા કેવળ જ્ઞાનાદિકના કારણથી પ્રકાશાદિક થતા જાણી નમસ્કારાદિક કરે તેપણું પુણ્યપ્રકૃતિ ઉપરાજે છે, એટલે નારકીના જીવ, મન, વચન, કાય અને નમસ્કારાદિકથી પુણ્યપ્રકૃતિ ઉપરાજે છે. અને સૂક્ષ્મનિમેદના જીવ કાયાવડે કાયપુણ્ય ઉપરાજે છે, તે સર્વને તેથી શાતા વેદનીય આદિ પ્રકૃતિને શુભ બંધ થાય છે. એમ કેટલાક ન્યાય ઉપરથી જણાઈ આવે છે. માટે એકાંતપક્ષ ખેંચ નહિ કે- સાધુના સંબંધેજ પુણ્યની ઉપરજણ થાય છે. જે એવે આગ્રહ કરીએ તે એક શ્રાવક સિવાય બીજે કંઇપણ પુણ્ય કે નિર્જરા તમારી શ્રદ્ધા પ્રમાણે ઉપરછ શકે જ નહિ.
પ્રશ્ન ૬૮-શ્રાવકના અધિકારે ઘણું સૂત્રમાં અસંજતીને પિષવાથી કર્માદાન કહેલ છે, એટલે અસંજતી, અવિરતી, અપચ્ચખાણને આહારદિક આપી તેનું પોષણ કરવાથી પન્નરમું કમ દાન લાગે છે અને ભગવતીજીમાં ભગવંતે કહ્યું છે કે-મારા શ્રાવક કર્માદાન સેવે નહિ. માટે અસંજતીને આહારદિક દેતાં પુણ્ય કયાંથી હોય?
ઉત્તર–અહે મહાનુભાવ! જરા હૃદય નેત્ર ખેલી વિચાર કરીને બોલે તે ઠીક. અહિંયાં અસંજતીને પિષવાથી કર્માદાન કર્યું તે શા હેતએ કહેલ છે? તે પ્રથમ જાણવું જોઈએ, જ્યાં જ્યાં સૂત્રમાં શ્રાવકને અધિકાર ચ લે છે ત્યાં તે ચકખા સૂત્ર પાઠથી જણાવ્યું છે કે– ઘણાં દાસ, દાસીઓ, , મહિષ, (ગાયે ભેસ), છાલાં બકરાં વગેરે ઘણું છે. તે ભગવતીજીમાં તુંગીયા નગરીના શ્રાવકના અધિકારે કોઈને ચાર ગોકુલ તે કેઈને છે કે આઠ ગેકુલને પરિવાર કહ્યો છે. તે આ બધાને તમે સંજતી લેખશે કે અસંજતી ઢેબશે ? અને જે અસંજતી કહેશે તે શું તે જેને ગાવક પિતા હશે કે કેમ ? તેને ભાત, પાણી, ખાણું ખોરાક વગેરેની ખાવા પીવાની ગેઠવણ કરતા હશે કે મઢે સિંકલીઓ બાંધીને ઉપવાસાદિક કરાવતા હશે? શ્રાવકને પહેલા જ વ્રતમાં કહ્યું છે કે ભાત પાણીને વિષેહ (અંતરાય) પાડે તે અતિચાર લાગે તે દશ હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org