________________
૧૮૨
શ્રી
નેત્તર મેહનમાળા—ભાગ ૩. જે.
ગયા તેથી ભ્રષ્ટ થઈને ઘરમાં આવી બેઠા. તેટલા વાસ્તે ગૃહમાં ન આવે એમ કહ્યું છે.
પરંતુ મને કે– કોઈ પડિમાધારી શ્રાવક તેની પડિમા પૂરી થયે પિતે ગ્રહવાસમાં આવ્યું તેથી પડિમાને અંગે આહારદિક વહરાવનારે તે તેની પ્રતિજ્ઞાને ટેકે આ તેને પાપ કેવી રીતે લાગ્યું? આહાર લેનાર અને દેનારની એકકેની પાપ બુદ્ધિ નથી, બન્નેની ધર્મ બુદ્ધિ છે, પડિમાના નિર્વાહની બુદ્ધિ છે, તેને પાપ કેવી રીતે લાગે? અને એમ જે પાપ લાગવું કહેશે તે સાધુ પણ આઉખાની હદ સુધી સંજમ પાળે છે અને તે હદ પૂરી થયે કાળ કરી દેવગતિને પામે, ત્યાં અવતી ને અપચ્ચખાણ થાય અને દેવતા સંબંધી (દેવાંગના પ્રમુખના) સુખ ભોગવે. તે સાધુપણામાં તેને આહારાદિકના દાતારને નિર્જરા થઈ કે પાપ થયું ? તમારા હિસાબે તે તેને પણ પાપ થવું જોઈએ. તેમજ વળી કઈ સાધુ પાંચ દશ વરસ દીક્ષા પાળી તેના કર્મના ઉદયે તે પડવાઈ થઈ સાધુપણું મૂકી સંસારમાં ગયે તે સાધુપણામાં હતું તે વખતના તેના આહારાદિકના દાતારની શી ગતિ થવી માને છે? વળી અત્યારે જે દાતાર તમને આહારાદિક દે છે. તેણે શું નિશ્ચય કરેલું છે જે આ સાધુ પડવાઈ નહિજ થાય? વળી ઉઘાડે દાખલે દિશાગરાઓને નજરે તો ઘણું વરસ એકાંતવાદીનું સાધુપણું પાળી દીક્ષા મૂકી (સાધુપણું મૂકી) દિશાચરા થયા, તે વર્તમાન કાળે વર્તતા તેજ પક્ષના સાધુ માટે શાવકને શું એ નિશ્ચય થયું છે કે આને દાન દેવાથી આ પડવાઈ નહિ થાય ? માટે તમારી શ્રદ્ધા પ્રમાણે તે તમારી શ્રદ્ધાવાળાને તમારા વિષે પણ આશંકા રહેતી હશે. જે આપણે આ સાધુઓને આહાર પાણી વહોરાવીએ છીએ, પણ જે તે દિશાચરાની પડે પડવાઈ થશે તે આપણે વહોરાવનાર પાપ કરીને ડૂખ્યા પડ્યા છીએ, એમ કેમ ન માને ? અર્થાતું મને જ.
પ્રશ્ન ૬૪–ત્યારે કોઈ કહે કે-ના, ના એમ તે ન હોય, દાતાર તે પાં જાણી વહેરાવે છે, માટે દાતારને તે દાનનું દળ થઈજ કર્યું.
ઉત્તરે–તો પછી ડિમાધારી શ્રાવકને માટે પણ એમજ માને. તને પણ આહાદિકના દાતાર, પાત્ર જાણીને જ આપે છે. અને પકિમાધારી શ્રાવક પણ સુપાત્ર છે, અને તે પણ નિષ્કપટપણે ( દિચ્ચારીઓની પેઠે ઠગવાની બુદ્ધિ રહિત) સરલપણે પિતાની પડિમાને નિવાહ કરવા માટે માત્ર ઉદરપુરણા રૂપ નિર્દોષ આહારનું સેવન કરી અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને પાર પહોંચાડે છે. તેમાં પણ વિશેષ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org