________________
શ્રી પ્રકાર મિડનમાળા—ભાગ ૩ જે. ૧૮૧ થયે ઘરે જઈ બેઠો. પણ સૂત્રમાં ચાલેલા તમામ પડિમાધારી છેવટે પડિમા પૂરી થયે સંથારા કર્યાને અધિકાર સૂત્રમાં મોજુદ છે.
પ્રશ્ન ૬૨–શ્રાવકને ડિમા આદરવાને કાળ જઘન્ય ૧-૨-૩ દિવસને અને ઉત્કૃષ્ટો જેટલામી પડિમા હોય તેટલા માસને કહ્યો તેનું શું કારણ? શું એક, બે, ત્રણ દિવસની પશ્ચિમ આદરી પાછા ઘરમાં આવે કે કેમ ?
ઉત્તર–સૂત્રને ન્યાય જતાં પડિમાધારી શ્રાવક પડિમા પૂરી થયે ઘરમાં આવવાને સંભવ નથી. જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જે કાળ બાંધ્યો છે તે આઉખાની હદને માટે બાંધ્યો હોય એમ જણાય છે. એટલે કોઈ શ્રાવકને પિતાના આયુષ્યની હદ માત્ર ૩ દિવસની અંદરની જ જણાય તે તે શ્રાવક તેટલી હદની ડિમા આદરી સંથારો કરી પરિમામાં પિતાનું મૃત્યુ ઈચ્છે. તેમજ જેટલી હદનું આયુષ્યનું જ્ઞાન થાય તેટલી હદમાંની પડિમા અંગીકાર કરી નિરતિચારપણે શ્રાવક ધર્મનું સૂત્રોકત રીતે પાલન કરી આરાધકપણે કાળ કરે એમ જણાય છે. પણ પાછા ઘરમાં આવે નહિ. ઉપાસક દશાંગ સૂત્રમાં કહેલા પડિમાધારી શ્રાવકેનું તે એ પ્રમાણે જણાય છે.–કદાપિ કેળને આયુષ્યની હદ ન જણાય અને પડિમ અંગીકાર કરે તે તેની છેવટની પડિમાં પૂરી થયે સાધુપણું ધારણ કરે. એટલે કેઈ કઈ સાધુધર્મને અભ્યાસ (મડાવર) પાડવાને માટે પણ પડિમ અંગીકાર કરી અજમાયશ કરે અને પછી સાધુપણું અંગીકાર કરે, એમ પણ બને ખરું. અર્થાત્ પડિમા આદરેલ શ્રાવક કાં તે પડિમામાંજ સંથારે કરી કાળ કરે અને કાંતે પડિમામાંથી દીક્ષા લે. પણ પાછે સંસારમાં (ગ્રહવાસમાં આવવાને સંભવ નથી.
પ્રશ્ન ૬૩–૫ડિમાધારી શ્રાવક અગ્યારમી ડિમા આદરી સાધુ માફક ઉત્કૃષ્ટ અગ્યાર માસ વિચરી પાછે સંસારમાં આવી ગૃહસ્થાશ્રમ ભેગવે કે નહિ ? તેને ખુલાસે સૂત્રમાં નથી. તે કોઇ ગ્રંથાદિકથી ખુલાસો મળે તેમ છે?
ઉત્તર–હા, સાંભળે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે-કેટલાક શ્રાવકાંતે અતિમુહૂર્ત પછી કેટલાક યાવત્ અગ્યાર માસ પછી પરિમા પૂરી કરીને આ પડિકામાં રહીને) કાં તે સલેખણ કરીને સંથાર કરે દીક્ષા લે. પણ ઘરમાં ન આવે કેમકે ઘરમાં આવે તે લેકમાં જૈન મગની લઘુતા થાય અને પિતાની નિંદા થાય અને લેકે કહે કે હવે કરણી કરતાં થાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org