________________
શ્રી પ્રનેત્તર માહનમાળા—ભાગ ૩ જો.
શબ્દ અભાવ વાચી એટલે તે પણ સાધુની પેઠે અણુાર ભી અપરિગ્રહીજ છે. અર્થાત્ પડિમાધારી શ્રાવક સાધુનાજ જેવા કહ્યા છે.
એવા શ્રાવકને જે કોઇ અસજતી. અવિરતી, અપચ્ચખાણી, અધમી કુપાત્ર ઇત્યાદિક વચનોથી મેલાવી અથવા લેાકલાથી હૃદયમાં તેવા જાણી ઉપરક્ત ગુણવાળા શ્રાવકના આહાર, પાણી, ખાવુ', પીવું વગેરે પાપમાં ગણી, તેમના દાતાર જે શુદ્ધ આહારાદિકના વહેારાવનાર તેને પણ પાપ થાય છે. એમ માનનારા ( આ, પણ એક માટી નિંદા કહેવાય ) અર્થાત્ પડિમાધારી શ્રાવક અને તેના દાતારને પાપ રૂપી આળ આપી નિંદનારા એવા જીવાનો આત્મા ભારેક થવા સાથે ઘણા કાળ સ’સારમાં પરિભ્રમણ કરનારા એવાઓને પરલેકના તથા સ’જમના વિરાધક કહ્યા છે. સાખ સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના અધ્યયન ૭મે કહ્યુ' છે કે ચારિત્રિયે! ઘણાજ ગુણવ'ત છતા યથક્ત સમણુ માહુણની ( સાધુ શ્રાવકની ) નિંદા કરે તે પરલોકના તથા સજમના વિરાધક જાણવા.
૧૭૯
આટલા દાખલે સાધુ અને શ્રાવક બન્નેને સૂત્રકારે સરખા ગણ્યા છે, છતાં પડિમાધારી શ્રાવક જેવાને તુચ્છ માત્ર ગણી તેને તથા તેના દાતારને પાપ માનવુ એજ પોતાના હૃદયનું ચિત્ર બતાવે છે.
પ્રશ્ન ૬૧—એ વાત બધી ટીક, પણ પડિમાધારી શ્રાવકની પડિમાને કાળ પૂરા થયે પાછો સંસારમાં ( ગૃહમાં ) જાય ત્યારે પડિમાધારી પણે કરેલા આહારાદિકથી સમારેલા—સર્જેલા શરીર વડે અનેક અનથ થાય, માટે ડિમાધારી શ્રાવકના આહારાદિકના દાતારને પાપ માનીએ છીએ.
ઉત્તર-આ જ્ઞાન, આ શ્રદ્ધાવાળાને, સૂત્ર જ્ઞાનથી પ્રાપ્ત થએલુ હાય એમ જણાતુ નથી. પણ કોઇ એકાંતવાદીએ પોતાની દૃષ્ટિના ફેર ફારથીજ નિશ્ચે કરેલુ હાય એમ ચાકસ થાય છે. આમ માનવાને હેતુ માત્ર પેાતાના પક્ષની પુષ્ટિ અને વાડાનું રક્ષણ કરવાનાજ જણાય છે. એટલે પેાતાના પક્ષથી જુદા પડેલા--પેાતાના પક્ષ છોડી કોઇ સાધુ અગર સાધુપણું મૂકી સાધુના વેષે શ્રાવકપણું નામ ધરાવનારાઓને એકાંતવાદીના પક્ષથી કોઇ આશ્રય આપી શકે નહિ. એ હેતુના લાભ તા તેને મળી ચુકયે..
એટલે ડિમાધારી શ્રાવકને આહારાદિક આપવાથી પાપ માનનારાને મૂળ આશય જે હતા તે તે આપણા જાણવામાં આવી ગયા કે માત્ર પોતાના વાડો મજબૂત રાખવા માટે. તે તરફને લાભ લેવા જતાં બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org