________________
૧૭૨
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
ત્યાગ છે ને કેટલેક ત્યાગ નથી, પણ પડિમાધારી શ્રાવકને તે સાધુની પેઠે પાંચે ઇદ્રિના વિષય વિકારને ત્યાગજ હોય તેમાં કાંઈ આહારદિક ખાવા પીવાને કે દેખવા સાંભળવાને નિષેધ થતું નથી. માટે જેમ સાધુ આહારદિક કરે તે વ્રતમાં તેમ પડિમાધારી સમણુભયા શ્રાવક પણ આહાર કરે તે તમાં, જેમ સાધુ વ્રત રાખી આહાર કરે, તેમ પડિમાધારી શ્રાવક પણ વ્રત રાખી આહાર કરે, કઈ વ્રત અલગાં મૂકી આહાર કરતા નથી.
પડિમાધારી શ્રાવકનું ખાવું પીવું આહારદિક અબત હેય તે ભગવંત તેવી ક્રિયા કેમ બતાવે ? માટે વ્રતમાં રહી સાધુ કે શ્રાવક જે ક્રિયા કરે તે વ્રતમાંજ ગણાય. જે પડિમાધારી શ્રાવકને આહાર અવતમાં હોય તે તે શ્રાવક પિતાના અર્થે લાવેલે આહાર તેમાંથી કદિ સાધુને વહેરાવે તે લેવે કપે કે કેમ ? કલ્પ તે અવ્રત સાધુને લેવી કેમ કલ્પે? તેમજ અન્ય શ્રાવક કે કઈ ગૃહસ્થ વ્રત પચ્ચખાણ વિનાના તેના આહારદિક તમારા હિસાબે અવતમાં ગણાય તે સાધુને અગ્રત લેવી કેમ કરે ? અહિંયાં બહુજ વિચાર કરીને ભાષણ કરવાનું છે. સાધુનું કે પડિમાધારી શ્રાવકનું મુખ કે ખાવું પીવું કે આહારદિક કોઈ અવ્રતમાં નથી. તેમજ કોઈ એકાંતવાદી જે સાધુને આહારદિક વ્રતમાં કહે તે સાધુ તેને ત્યાગ કેમ કરે છે ? વ્રત આદરવાથી કલ્યાણ કે વ્રત ત્યાગવાથી કલ્યાણ ? એ જરા વિચાર કરે જોઈએ.
પ્રશ્ન – અહિયાં કોઈ એમ કહે કે-પડિમાધારી શ્રાવકને આહાર તે સાવદ્ય છે.
ઉત્તર–-એમ બેલતા પ્રત્યે કહીએ કે-શ્રાવના પાત્રામાં પડેલે આહાર જે સાવદ્ય કહીએ તે તે સાધુને ખપે કેમ ? તે પછી ગૃહસ્થના પાત્રમાં રહેલે આહાર તે પણ સાવદ્ય માનતા હશે? એવી માન્યતાવાળા સાધુના પાત્રામાં પડેલુંજ નિરવદ્ય, અને તે સિવાયનું સાવદ્ય માનવાવાળાના પાત્રામાં પિતે નિરવઘ કેવી રીતે લીધું કહેવાય ? માટે એમ કદિ હોયજ નહિ. પડિમાધારી શ્રાવકને આહાર સાવધ કે નિરવઘ કાંઈ કહેવાય નહિ. આહાર તે પુદ્ગલ છે, પુદ્ગલને છ કાયને આરંભ કરી પચે પચાવે તે સાવદ્ય તે તે અગ્યારમી પડિમાવાળા શ્રાવકને તે ત્યાગ છે અને છકાયના આરંભ રહિત નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહાદિ ભગવે તે તે નિરવદ્ય છે, માટે નિરવઘ વૃત્તિવાળા અને નિરવા ભેગવવાવાળાને સાવદ્ય કેમ લાગે? અર્થાત્ નજ લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org