________________
શ્રી પ્રકાર માહનમાળા-- ભાગ ૩ જો.
અર્થ–મ. અથાહ ભગવાન હવે શ્રી ભગવંત મહાવીર દેવ સભા માંહે એમ કહે છે. તે તે સાધુ ઈદ્રિયેને દમ કરી દાંત તેણે કરી મુક્તિ ગમન મેગ્ય, તથા વો નિ:પ્રતિકર્મ એવું શરીર છે જેનું તેને એમ કહે. માદવિ ત્રસ અને સ્થાવર અને માહણે એ જેને ઉદેશ છે તે માહણે કહીએ, અથવા નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ થકી માહણ એટલે બ્રાહ્મણ કહીએ. સમરવા તથા સમણ એટલે તપસ્વી શુદ્ધ ક્રિયા અનુષ્ઠાનના કરનાર, મિત્તિવા આરંભને ત્યાગ કરે નિર્દોષ ભિક્ષાએ પ્રવે અથવા અષ્ટ પ્રકારનાં કર્મને ભેદે તે માટે ભિક્ષુ કહીએ, friળે. તથા બાહ્ય અભ્યતર પરિગ્રહ રહિત માટે નિગ્રંથ કહીએ.
અહિંયાં ચાલતા અધિકારે ચારે બેલ મૂળ પાઠ વિસ્તાર સહિત જણાવ્યા છે, તેમાં માહણનું સ્વરુપ પ્રથમ પ્રકાશ્ય છે તે નીચે પ્રમાણે છે. इत्तिविरए सव्व पावकम्मेडिं, पिजदोसकलह, अप्भक्खाण, पेसुन्न, परपरिवाय, अरतिरति, मायामोस, मिच्छदसणसल, विरए, समिए सहिए, सयाजए, गोकुज्जे, गोमाणी, माहणेत्ति बच्चे.
અહિંયા તે ભગવંતે કહ્યું કે સર્વ પાપ કર્મથી નિત્ય, દશમાં પાપસ્થાનકથી માંડીને અઢારમાં પાપસ્થાનક સુધી એટલે રાગથી માંડી મિથ્યાદર્શન શલ્ય સુધી નિવર્યા છે, સમિતિ સહિત, સદા જતનાવત, ક્રોધ ન કરે, માન ન કરે, તેને માહણ કહેવા અથતુ એવા ગુણવાળા હેય તે માહણ એટલે બ્રાહ્મણ જાણવા.
આ ઉપર કહેલા માહણના ગુણ જો કે સાધુમાં તે છે જ, પરંતુ પડિમાધારી શ્રાવક શ્રી મહાવીર પરમાત્માએ પિતાના અંતેવાસી કહીને બોલાવેલા આણંદજી, કામદેવજી જેવા, તેનામાં ઉપક્તિ કહેલા માહણના ગુણ ન હોય એમ કેણ કહેવા સમર્થ છે ? પડિમાધારી શ્રાવક દમિતે પ્રિય હોય છે, તેમજ શરીરની શોભા શુશ્રષા રહિત પણ હોય છે. માહણે શબ્દને ઉદ્દેશ તથા બ્રહ્મચર્યના પાળવાવાળા પડિમાધારી શ્રાવક હોય છે. તેમજ માહણ શબ્દના કહેલા તમામ ગુણ સૂત્રમાં કહેલા પડિમાધારી શ્રાવકમાં અવશ્ય હોય છે. એટલું જ નહિ, પણ સમણ, ભિક્ષુ, અને નિર્ગથના ગુણે પણ પડિમાધારી શ્રાવકને લાગુ છે. દશાશ્રુતસ્કંધ સૂત્રના અધ્યયન દહું અગ્યારમી ડિમાધારી શ્રાવકને ભગવંતે કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org