________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ ને..
૧૬૩ અને શ્રાવક બેજ ગયા. તેમ ભગવતીજીમાં કહ્યું છે-તેમજ ઠા. ઠા. કથે ઉ. કથે-ચાર પ્રકારને સંઘ કહ્યો. તેમાં પણ સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિ– કાજ કહ્યાં છે.
વળી કેટલીક ક્રિયામાં સાધુના સહચારી પણે શ્રાવકને સાથેજ ગણ્યા છે; જેમકેઠાણુગજમાં સાધુને ત્રણ પ્રકારની ચિંતવાણુ કરતાં મહા નિર્જરા કહી છે. તેમજ શ્રાવકને પણ ત્રણ પ્રકારની ચિંતવણા ચિતવતાં ભાવને ભાવતાં મન, વચન, કાયાએ કરીને મોટી નિર્જરાના ધણી અને મહા સમાધિ પામતા કહ્યા છે. –તેમજ દશાશ્રુત સ્કંધમાં સાધુને સમણ કહ્યા છે તેમજ શ્રાવકને સમણ ભુયા-સાધુ જેવા કહ્યા છે. એવી જ રીતે ઉપદેશ પદ્ધતિમાં તથા આહારદિક વહોરવાના સંબંધમાં સાધુને સમણુ અને શ્રાવકને માહણ શબ્દજ ઓળખાવ્યા છે. એટલે બન્નેને કેટલીક બાબતમાં સાથે જ ગણ્યા છે.
પ્રશ્ન ૩૬–એ બધી વાત ખરી પણ સૂત્રમાં મૂળ પાઠે કઈ ઠેકાણે શ્રાવકને માહણ કહ્યા નથી, જેમ સૂયગડાંગ સૂત્રના ૧૬મા અધ્યયનમાં સા– ધુને સમણ માહણ વગેરે ચાર બેલે કરી લાવ્યા છે, તેમ શ્રાવકને કઈ ઠેકાણે મૂળ પાઠે માહણ કહીને લાવ્યા હોય તે બતાવે ! અમે તે મૂળ પાઠમાં શ્રાવકને માહણ કહ્યા હોય તેજ કબૂલ કરીએ તેમ છીએ.
ઉત્તર—તમારા કહ્યા પ્રમાણે સૂયગડાંગ સૂત્રમાં મૂળ પાઠમાં નથી, પણ અર્થ વાળાએ સાધુને અર્થ કર્યો છે, તે ઠીક છે. તે તે પ્રથમથી જ અમે કહી ગયા છીએ કે સાધુને માહણ કહીને બોલાવ્યા છે, તેમ અહિંયાં સાધુને અર્થવાળાએ ચારે બેલે ઓળખાવ્યા છે. પણ પ્રથમ શરૂઆતમાં તે ભગવંતે બીજી રીતે ચારે બેલ જણાવ્યા છે. અને તે પ્રમાણે જે સમ દષ્ટિએ વિચાર કરીએ તે તેમાં અંતર ભેદે પડિમાધારી શ્રાવકને પણ સમાવેશ થાય છે. હવે મૂળ પાડે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે–
अहाइ भगव एवं, से दंते दविए, बोसठ काएत्ति बच्चे, माहणेत्ति वा, समणे,त्ति था, भिक्खुत्ति वा, णिग्गंथेत्ति वा.
અહિંયાં તે ઇન્દ્રિયને દમવા વાળા જેને શરીરની દરકાર નથી એટલે શરીરની રોભા શુશ્રુષા રહિત તેને માહણ કહીએ, શમણું કહીએ, ભિક્ષુ કહીએ, તથા નિગ્રંથ કહીએ, એટલે જ સંક્ષેપે અર્થ થાય છે. હવે વિસ્તારથી જે અર્થ લખે છે તે પણ જણાવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org