________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
૧૫૭
માટે એ વાત તે કદી કબૂલ ન કરે. કારણ કે પડિમાધારીના દાતારને પાપ થવાની જે માન્યતા હોય તે શ્રધ્ધા તૂટી જાય માટે એકાંતવાદીથી માહણને શ્રાવક કદી કહી શકાય તેમ નથી. પણ આ વિષે આપ શું કહો તેમ છે ?
ઉત્તર –અમારૂં તે કહેવું એટલું જ છે કે ભગવંત મહાવીર સ્વામી શ્રાવકને એવી કરણી કેમ બતાવે કે શ્રાવક પોતે પડિમા વહી ભિક્ષાવૃત્તિઓ આરાધક પદ મેળવે અને દાનના દાતારને પાપ લાગે-દાનને દાતાર ડૂબે એ અવળે ન્યાય કાંઈ મહાવીરના ઘરને હોય નહિ, કે પિતાની બતાવેલી કરણીમાં એક તરે ને એક બૂડે. આવી શ્રદ્ધાવાળાએ એટલે પણ વિચાર કર્યો નહિ કે આ વાક્ય આપણને કેટલે ઠેકાણે બંધનકારક થશે. આ બડી આશ્ચર્યની વાત છે કે-આણંદજી, કામદેવજી જેવા પડિમાધારી શ્રાવકને દાનના દેવાવાળા દાતારને પાપે કરી ડૂબવાને પાઠ ભણવે અને તે વાત કોઈ કબૂલ કરે. જે આવી શ્રદ્ધાવાળા તદા કાળે હેત તે પડિમાધારી શ્રાવકન પાત્રામાં કઈ પણ ટકડે રોટલો નાખત નહિ. એટલે બિચારા પડિમાધારી શ્રાવકને સંથારા સિવાય બીજો એકકે આધાર હેત નહિ. સારું થયું કે એવા પડમાધારીના કટ્ટા શત્રુ તે આજ કાળમાં પેદા થયા.
પ્રશ્ન ૨૮ માહણ શબ્દ એક સાધુજ અર્થ થાય કે બીજા અર્થ થાય છે ખરા ?
ઉત્તર-ઘણા અર્થ થાય છે, સૂત્રના આધારે જણાવીએ છીએ સાંભળે. પ્રથમ તો ઉપાસક દશાંશ સૂત્રમાં મહામહણ શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવને કહેલ છે. પ્રથમ શાલાના શ્રાવકે શાકડાલ પુત્રે ગોશાલને મહા માહણ માને તે છેટું પડ્યું.) તથા સૂયગડાંગજીના પહેલા મૃત કંધમાં અધ્યયન ૯ મે–ગાથા ૧૦ મી–તથા અધ્યયન ૧૧ મે, ગાથા ૧લીમાં ભગવંતને માહણ કહ્યા છે.–તથા સૂય. હૃ૦ ૧ લે અ. ૨ ઉ. ૧ લે ગાથા ૧૫ મી, તથા અ. ૨ જે ઉ. ૨ જે ગાથા ૧ લી તથા ગાથા ૬ ઠ્ઠી તથા ગાથા ૨૯ મી, તથા અધ્યયન ૨ જે ઉ. ૨ જે, ગાથા ૨૧ મી, તથાઅ૦ ૧૬ મે ગાથા ૨ જી ઈત્યાદિક ઠેકાણે સાધુને માહણ કહ્યા છે. તથા ભગવતી શતક ૧ લે ઉદેશે ૭ મે માહણને શ્રાવક કહ્યા છે, તથા વળી ભ. શ. ૨ જે ઉ. ૫ મે માહણને શ્રવક કહ્યા છે. તથા વળી ભ૦ શ૦ પામે. ઉ૦ ૬ - તથા ઠાણાંગજીના ઠાણે ૩જે. ઉ. ૧લે અલ્પ આઉખાના અધિકાર–એસીગણ ના અધિકાર માહણને શ્રાવક કહ્યા છે. તથા ઉવવાઈ સૂત્રમાં ભગવાનને ઉપદેશ પૂરો થતાં માહણને શ્રાવક કહ્યા છે.–સૂયગડાંગ છે. ૨. અ. રજે બોલ રમો. તથા ૮૩ મો—તથા–અ ઉમે બે લ ૩૬ તથા ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org