________________
૧૫૪
શ્રી પ્રનત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
(કર્મને નિર્જરી) થડા કાળની સ્થિતીનાં કર્યા, તથા દુષ્ટ કર્મને પૂર્વે થયેલે સંચય તેને દૂર કરે (એ પણ નિર્જર) તથા ગઠી ભેદ કરે-વાવત અપૂર્વ કરણ (કેઈ કાળે પ્રાપ્ત નથી થયું તેવું) તથા અનિવૃત્તિ કરણ ગુણસ્થાનક પામતાં લાયક સમક્તિરૂપ બધિબીજરૂપ સમ્યગદર્શન પામી ક્ષપક શ્રેણીએ ચડી છેવટે સર્વથા કર્મની નિર્જરા કરી તઓ પચ્છા સિઝઈ જાવત્ સબ દુઃખાણું અંત કરેઈ.
આ સર્વ ફળ તથારૂપના શ્રમણ માહણને નિર્દોષ આહારાદિકનું દાન દેવાથી શ્રમણોપાસકને માટે કહ્યું કે જેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના ફળની પ્રાપ્તિ થતાં દેશથી તથા સર્વથી નિર્જરા થાય, એ હેતુઓ ભગવંતે એકાંત નિર્જરા કહી,
પ્રશ્ન ૨૩–અહિંયાં કેટલાક એમ કહે છે કે, માહણ શબ્દ શ્રાવક અર્થ કરી તેને દાન દેવાથી એકાંત નિર્જરા ઠરાવે છે તે વાત સંભવતી નથી. કારણ કે ભલે પડિમાધારી શ્રાવક સમણભૂયા કહેલ છે, પણ વ્રતાવતી છે. તેને કંઈક બત છે, કંઈક અવત છે. તેને સર્વ આ વિરતિ સાધુની સાથે જોડી નિર્જરા ઠરાવવામાં આવે તે કેમ સંભવે ?
ઉત્તર–અહ દેવાનુપ્રિય! કેઈનું ઠરાવ્યું શું કામ આવે છે જે વાત સિદ્ધાંત કહે, તે કબૂલ થાય, પણ ઉપરની વાત કબૂલ નહિ કરનારા એવા એકાંતવાદીએ સિદ્ધાંતથી સાબીત કરી આપવું જોઈએ છે કે ભગવતીજીમાં ૮ મા શતકના દરે ઉદેશે ત્રણ આલવા કહ્યા છે, તેમાં આણંદજી કામદેવજી જેવા સમણભુયા પડિમાધારી બેંતાળીશ સુડતાલીશ છનું દોષ રહિત સાધુની પેઠે ભિક્ષાને લેનાર હોય તેને ક્યા આલાવામાં દાખલ કરશે ? તે આપની જીભાનેજ કહી સંભળાવે એટલે બસ. કાંતે એકાંત નિર્જરા કહો કે કાંતે એકાંત પાપ કહે ? આ બે બેલ સિવાય બીજા બેલને આમાં સમાવેશ થતું નથી.
પ્રશ્ન ૨૪–એકાંતવાદીનું બેલવું એમ થાય છે કે અમારી માન્યતા પ્રમાણે તે નિર્જરા અને પુણ્ય એકાંત સાધુને જ આપવામાં આવે છે. શ્રાવક ને આપવામાં પાપ સિવાય નિર્જરા કે પુણ્ય કંઈ કહી શકાય તેમ નથી.
ઉત્તર–સમજાયું, એવી શ્રદ્ધાવાળા કેટલાક એવી ખુલ્લી વાત કરે છે, અને કેટલાક માયાયુક્ત વાત કરતાં પણ સાંભળ્યા છે કે, અમે પડિમાધારી શ્રાવકને આપવામાં પાપ માનતા નથી, આ વાક્ય માત્ર દુનિયાને અપવાદ ટાળવાને માટેનું તથા રખે આપણને કોઈ એકાંતવાદીમાં કે તેની શ્રદ્ધામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org