________________
૧૫૨
શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ 3. ઉત્તર–જે કે દાનમાં નવ પ્રકારના પુણ્યથી તે શુભ કમજ બંધ થાય છે, પરંતુ નિર્જરને ભેદ તે જુદોજ છે, નિર્જરા તે તપના ભેદથી જ થાય છે. હવે સાધુને દાન દેવાથી ક ક તપ થાય તે જણાવીએ છીએ, સાંભળે.
૧. પ્રથમ તે એ કે-સાધુને દાન દેવાથી વિનય તપ થાય. તે એ રીતે કે-જ્ઞાતાજી સૂત્રમાં થાવ પુત્ર-અણગારે સુદર્શન શેઠ તથા શુકદેવ સન્યાસી પ્રત્યે વિનયમૂળ ધર્મ પ્રકાશ્યો છે. તે વિનયભૂળ ધર્મના બે ભેદ કહ્યા છે, તેમાં અણગાર ધર્મ અને આગાર ધર્મ. હવે આગાર ધર્મ તે શ્રાવકને ધર્મ તેના બાર વ્રત મૂળ વિનય ધર્મ કહો. તેમાં બારમું વ્રત અતિથિસંવિભાગનું છે, તે શ્રાવક સાધુને આહીરાદિક દાન દેવાના ભાવે સાત આઠ પગલાં સામાં જઈ વંદણ નમસ્કાર કરી બહુ માનથી વિનય સહિત આહારદિક વહેરાવે તેને વિનય રૂપ અત્યંતર તપ થયે. તેથી ઘણાં કર્મની નિર્જરા થઈ. તે ભગવતીજીમાં કહેલ એકાંત નિર્જશને ભેદ જાણે.
૨. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ત્રીજા સંવરદ્વારે તથા ઠાણુગજી સૂત્રમાં દશવિહે વૈયાવચ્ચે-દશ પ્રકારની વૈયાવચ્ચ કહી તે આહારદિકથી કહી છે, તે જેમ સાધુ સાધુમાં આહારાદિકથી વૈયાવચ્ચ કરી શકે તેમ શ્રાવક સાધુની તથા સમણુભૂયા શ્રાવકની (સમણુ-મહણની) આહારદિકથી વૈયાવચ્ચ કરી શકે છે, તે નિર્જરાને અર્થે કરે, એવો પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાડે છે. અને ભગવતીજીમાં પણ એકાંત નિર્જરા થાય એમ કહ્યું છે. તે વૈયાવચ પણ અત્યંતરે તપને ભેદ છે.
3 ત્રીજે ભેદ–શ્રાવકક્ત અતિથિને સંવિભાગ કરનાર કહ્યો છે, તેને અર્થ ગંભીર છે. સંવિભાગ કે કયારે કહેવાય કે જ્યારે પિતાના જમવામાંથી સાધુને અમુક ભાગ વહેરાવી તેટલી પિતે ઉદરી કરે, તેનું નામ અતિથિસંવિભાગ કહીએ. તેમાં માહણ શબ્દ (સમણભૂયા) શ્રાવકને પણ સમાવેશ થાય છે. તે પણ એક સાધુના પેટ ભાગને અનિધિ છે. જે કે બારેમાં વ્રતમાં તો અતિથિને સમણે નિર્ચ થે કહે છે, પણ ભગવતીના આઠમા શતકમાં સમણ માહણ કહ્યા છે, તેથી સમણું નામ સાધુ અને માહણ નામ સમણ ભૂવા-સાધુ જેવો શ્રાવક તેને ફાસુક નિર્દોષ આહારદિક વહોરાવતાં પ્રતિલાભતા-દેતાં એકાંત નિર્જરા કહે છે. તે નિર્દોષ બહારના લેવાવાળા સાધુ તથા પડિમાધારી શ્રાવક બેજ સૂત્રમાં કહ્યા છે, તે તેમને દાન દેવાથી વિનય અને વૈયાવચ્ચ એ પ્રકારને અત્યંતર તપ તથા સંવિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org