________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ૧૫૧ ઉપરાજે છે અને શાતા વેદનીય પુણ્યનું ફળ છે, તે પુન્ય નવ પ્રકારે થાય છે. માટે પ્રાણી, ભૂત, જીવ સત્વને અનુકંપાની બુદ્ધિએ અશિનાદિક દેતાં તથા તેના ઉપર મન, વચન, કાયાના જગ ભલા (દયાના) પ્રવર્તાવતાં તે અનુકંપા દાનથી પુ બંધ અને શાતા વેદનીયના ફળની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન ૨૧–શ્રી ઠાણાગ સૂત્રમાં નવ પ્રકારનાં પુન્ય કહ્યાં, તેમ નવ પ્રકારનાં પુન્યથી શાતા વેદનીય આદિ ૪૨ બેલનાં ફળ પ્રાપ્ત થાય છે. એવો દાખલે સૂત્રની સાક્ષીએ કે ઈ મળી આવે તેમ છે?
ઉત્તર–ઠાણુગ સૂત્રમાં એવા ઘણા બોલ સંજ્ઞારૂપે કહેલા હોય છે, પણ તેની વિશેષ સમજુતિ તે બીજા સૂત્રો પરથી મળી આવે છે, જીવ અને અજીવ બે મળીને બંધ થાય છે. તે બંધ શાને થાય છે? પુન્ય અને પાપને. એટલે પુન્યબંધ તે શુભ કર્મનાં દલ છે. અને પાપબંધ તે અશુભ કર્મનાં દલ છે. હવે શુભકર્મનાં દલ તે શાતવેદનીય, શુભ આઉખું શુભનામ કર્મ. શુભ ગોત્ર એ શુભ કર્મનાં દલ પુન્યથી થાય છે, અને તેના પ્રતિપક્ષી ચારે બોલનાં દલ પાપકર્મથી થાય છે.
હવે એ ચાર કર્મમાંથી શાતા વેદનીયથી માંડી તીર્થકર નામ કર્મ સુધીના ૪ર બોલની પ્રાપ્તિના પન્નવણાજીમાં કર્મ પ્રકૃતિ પદમાં મૂલ પાઠે કહ્યા છે, તે નવ પ્રકારે પુણ્ય ઉપરાજવાથી તેનાં શુભ ફલ ૪૨ પ્રકારે ભેગવવા પુણ્ય તત્વમાં જે કહ્યા તેજ તેમાં છે. અને પાપના ૧૮ ભેદ છે. તેથી આઠે કર્મને અશુભ બંધ થાય છે ને તેનાં અશુભ ફલ ૮૨ પ્રકારે ગવાય છે. વગેરે ઘણી હકીકત પન્નવણાજી સૂત્રમાં છે. માટે નવ પ્રકારે પુણ્ય બાંધવાથી બેંતાળીશ પ્રકારે તેનાં શુભ ફળ ભોગવવાં તે શ્રી પન્નવણાજી સૂત્રમાં કહ્યાં છે. તે જોઈ નિર્ણય કરવો.
આ ઉપરથી એમ નિશ્ચય થયું કે, પુણ્ય અને નિર્જરા બન્ને જુદાંજ છે પુષ્ય નવ પ્રકારે થાય છે. તેના શુભ ફલ બેંતાળીશ પ્રકારે મળ છે. અને નિર્જરા તે બાર પ્રકારના તપ વડેજ થાય છે, તે પણ દેશથી થાય છે. એટલે આત્મપ્રદેશ સાથે લાગેલા કર્મનું કેટલેક અંશે ખસવાપણું–નાશ થવાપણું થયું. તેનું નામ દેશથી નિર્જરા થઈ કહેવાય છે. માટે પુણ્ય અને નિર્જરા બન્ને જુદા જ પ્રકારના છે.
પ્રશ્ન ર–તે પછી સાધુને દાન દેવાથી એકાંત નિર્જરા કહી, તે દાન દેતાં કે તપ થયે ? કે જેથી ભગવંતે એકાંત નિર્જરા કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org