________________
૧૪૮
શ્રી પ્રનત્તર મહિનમાળા–ભાગ ૩ જે.
પ્રશ્ન ૧૭–સાધુને અશનાદિક આપવાથી એમ નવે પ્રકારનાં પુન્ય સાધુનાજ સ બંધે છે, અને ભગવતીજીમાં કહેલા શ્રમણ માહણને આહારાદિક આપતાં એકાંત નિર્જરા કહી છે. તે ઉપરથી નિર્જર અને પુન્યને એકજ ભેદ ઠરે છે, નિર્જરા કહો કે પુન્ય કહે બને એકજ છે, છતાં તમે જુદા જુદા ભેદ કેમ જણાવે છે.?
ઉત્તર – સિદ્ધાંતમાં પુન્ય અને નિર્જરા જુદાં જણાવ્યાં છે, માટે અહિંયાં જુદા કહેવામાં આવ્યા છે. પુન્ય નવ પ્રકારે કહેલ છે, તે દાનાદિક દેવાથી થાય છે, અને નિર્જરા બાર પ્રકારની તપશ્ચર્યાથી થાય છે. પુન્ય એ શુભ કર્મ બંધ છે, અને નિર્જરા એ કર્મનું ખરવાપણું છે. પુન્યને ને નિર્જરાને કોઈ સંબંધ નથી, પણ પુન્ય વડે કરીને શુભ કર્મના દલથી શાતા વેદનીય આદિ શુભ ફલેની પ્રાપ્તિથી ધર્મની સામગ્રી મળી આવે છે, ને તેને તે દલ સહાયભૂત થાય છે અને સંવર, નિર્જર અને મોક્ષને પુન્યનાં દલ મદદ આપે છે. એ અપેક્ષાએ પુન્ય બલવાન છે. જે કોઈ પુન્યને નિર્જરાને એક ભેદ માનતા હોય તે બે ભેદ જુદા કહેવાનું શું કારણ? ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યચનમાં કહ્યું છે કે વાળવાયા પુouપવાસવદા સંવરોનિક ગરા મોર સંતાન. એ નવ પદાર્થના (નવતત્ત્વનાં ) નામ કહ્યાં. તેને પરમાર્થ એ છે કે જીવ અને અજીવ મળીને બંધ થાય છે, શેને બંધ ? પુન્ય અને પાપને, તે બને આશ્રવ છે, તેને રૂ ધવાથી સંવર થ ય છે, સંવરથી નિર્જ થાય (દેશથી કર્મને નાશ થાય), અને સર્વથા કર્મને નાશ થે અર્થાત્ સર્વ કર્મથી મુકત થવું તે મિક્ષ. તે નવે પદાર્થ જુદા જુદાજ સ્વભાવના છે. તે પુન્ય અને નિર્જરા બને જુદાજ છે, પુન્ય એ દાન દેવાનું ફળ છે. એટલે દાન દેવાથી પુન્ય પ્રકૃતિને બંધ થાય છે,
પ્રશ્ન ૧૮-જેમ તમે દાન દેવાથી પુન્ય કહે છે તેમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સાધુને અશનાદિ દાન દેવાથી એકાંત નિર્જરા કહી છે, માટે અમે પુન્ય અને નિર્જરા એકજ કહીએ છીએ, પાઠને ખુલ્લે છે, તેમાં તમે શું કહો તેમ છે ?
ઉત્તર–તે તે અમે પણ પૂર્વે કહી ગયા છીએ કે-સાધુને નિર્દોષ દાન આપવાથી એકાંત નિર્જરા કહી છે, તે વાત ખરી છે, પણ એકાંત મેક્ષ તે કહ્યો નથી કે ? જે એકાંત નિર્જરા કહી છે તે અશુભ કર્મ ખપાવવા આશ્રી કહી છે, પણ સાથે શુભ કર્મને બંધ રહ્યો છે, તેને શું કહેશે ? તે કોઈ નિર્જરા નથી, તેમ નિર્જન બંધ પણ નથી, માટે માને કે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org