________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે.
૧૩૫
એટલે સ્પર્શના રૂપે નથી, પણ સદંહણા પ્રરૂપણું તે શુધ છે. ત્રણ પાયાની ઘેાડીમાં બે પાય તો મજબૂત છે. સૂત્રમાં તેને શ્રમણે પાસકની પ્રવજ્યને પાલક કહ્યા છે. દઢવમી પ્રિયધમી વગેરે ઉત્તમ શબ્દથી બેલાવ્યા છે. નાના રત્નની માળામાં તેમને દાખલ કર્યો છે. ચાર તીર્થમાં શ્રાવકના તીર્થમાં તે ગણાય છે. અર્થાત્ ભવના કાંઠે રહેલા હોવાથી તીર્થ... માં ગણાય છે. વગેરે ઘણું ઉત્તમ ગુણો હોવાને લઈને ત્રણ પક્ષ માંહેલા મિશ્ર પક્ષમાં અને બે પક્ષની અપેક્ષાએ ધર્મ પક્ષમાં ચોથા ગુણઠાણાવાળા સંભવે છે.
પ્રશ્ન ૧૦૩–ચોથા ગુણઠાણવાળા પંડિયા, અપંડિયા કે પંડિયા પંડિયા ?
ઉત્તર–સમકિત દષ્ટિની અપેક્ષાએ પંડિયા અને વ્રત પરચખાણની અપેક્ષાએ અપડિયા. એટલે તેને ત્રીજે ભાગે પડિયા પંડિયામાંએ ગણતાં વધે નથી, એમ જણાય છે.
કોઈ કહે કે એ બેલ તે પાંચમા ગુણઠાણાવાલાને લાગુ થાય તે ચોથે ગુણઠાણે કેમ ઘટે ? તેને કહીએ કે અનંતાનુબંધીની ચેકડી ચારિત્ર મેહનીયની ખપાવી, તેથી એટલે અંશ ભાગ ચારિત્ર ગણાય, એ અપેક્ષાએ મિશ્રમાં ગણ્યું. વળી સમક્તિીને એકલા અપડિયા પણ કહેવાય નહિ, તેમ સૂત્રની અપેક્ષાએ એકલા પંડિયા પણ કહેવાય નહિ. માટે શ્રાવકના પેટામાં સમકિતી ગણાય. એ અપેક્ષાએ પંડિયા પંડિયા કહેવાય શ્રીકૃષ્ણ શ્રેણિકવતું.
પ્રશ્ન ૧૦૪થા ગુણઠાણાવાળા સંજયા, અસંયા કે સંજય સંજયા ?
ઉત્તર–સંજમ ધર્મની અપેક્ષાએ તે સંજયા. કારણકે તેમને સંજમ ધર્મ નથી. પાંચ માંહેલું એકે ચારિત્ર નથી, માટે અસંજ્યા.
પ્રશ્ન ૧૦૫–દેવતા પણ ચોથા ગુણઠાણુવાળા છે તેને અસંયા નહિ કહેતાં ને સંજયા કેમ કહ્યા?
ઉત્તર–ભગવતીજીમાં કહ્યું છે કે દેવતાને અસંજતી કહેતાં કઠેર ભાષા લાગે, માટે તે સંજયા કહેવા. એમ કહ્યું છે.
પ્રશ્ન ૧૦૬થા ગુણઠાણાવાળાને તી, અતી કે તાતી માં ગણવા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org