________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૨ જો.
૧૩૧
નિર્વા ુ થાય, એવી રીતે સૂત્રના ફરમાન પ્રમાણે પ્રવર્તવુ અને ઉપદેશ પણ તેવાજ દેવા અને ભાષા પણ તેવીજ વાપરવી કે જેમાં સ્વપરનું અખડ હિત જળવાય.
હવે જે વાત સૂત્રમાં નથી અને પેાતાની કલ્પનાથી પેાતાની વિશેષતા જણાવવાને ચારે તીમાં ભેદ ઉત્પન્ન થાય તેવી વણુક કે પ્રરૂષણા કરવાથી કેટલી નુકશાની થાય છે ! તેટલા પણ વિચાર નહિં કરનારાને માટે માત્ર દશાશ્રુતસ્કંધના એકજ ન્યાય બસ છે.
પ્રશ્ન ૧૦૦ કેટલાક, સૂત્રની બાબતમાં દ્વીપ સમુદ્ર કે નરકની વાત આવે ત્યારે એમ બેલે છે કે આપણે તે જાણવાની શી જરૂર છે? આત્માને જાણાને ! એમ કહી સૂત્રની કેટલીક વાતને ઉડાવે છે તેનું કેમ ?
ઉત્તર-સૂત્ર સંબંધીમાં કોઇ કોઇ જીવને કોઇ કોઇ ખાખતના અણુગમા થાય છે. એટલે તેવા પ્રકારનાં વાકય નીકળતાં સાંભળીએ છીએ કે સૂત્રમાં તો અનેક વાતો છે, આપણે બધી વાત જાણવાની શી જરૂર છે ? જેમાં આત્માને જાણવાનુ` કે જેમાં આત્મકલ્યાણ રહ્યુ હાય તેવીજ ખાખતો જાણવાની જરૂર છે. આમ ખેલવાના હેતુ માત્ર એજ જણાય છે કે, પેાતાની વિદ્વત્તાને રખે ખામી લાગે, સૂત્રમાં અનેક વાતો ગહન રહેલી હોય કે જેનાં ઉત્તર ગુરૂગમ્ય વિના આપી શકાયજ નહિ; તેવા હેતુથી એમ ખોલતાં સાંભળીએ છીએ, પણ ભગવંતે શ્રી ઉત્તરાધ્યયનના અઠ્ઠાવીશમા અધ્યચનમાં કહ્યું છે કે જ્યારે જીવ અજીવ આદિ નવે પદાર્થ અને ષટદ્રશ્યનું પ્રથમ જાણપણુ થાય તે જ્ઞાન, અને તેની શુદ્ધ શ્રદ્ધા થાય તે સમકિત કહેલ છે. તો નવ – તત્ત્વ અને ષદ્રષ્યમાં ચોદે રાજ લેકની મીના આવે છે, તે સર્વ જાણુવાસ્તુ' ભગવ’તનુ ફરમાન છે. જો નરકાદિક ગતિને તણશે તો તેનાં દુઃખાથી ડરશે, અથવા સંસારમાં પરિભ્રમણ કરવાનાં આ ઠેકાણાં છે; તેનાથી મુકત કેમ થઇએ તેને ઉપાય મેળવી શકશે, અને નહીં જાણે તો તમાં તે ફસાશે. અજ્ઞાત પ્રાણી ફસાય તેવો શાસ્ત્રને ન્યાય છે. દાખલા તરીકે—અભિમન્યુ એ ગર્ભમાં રહ્યાં છ કોઠાનુ યુદ્ધ જાણ્યું હતું તો મહાભારત યુધ્ધમાં તે છએ કેહાથી અચ્યા. છએ કેઠા તોડયા અને સાતમા કોઠો ભલે છાણના હુતે પણ જાણ્યો ન હતો તેથી તેમાં તે મરાણે. તેમ દ્વીપ સમુદ્ર અને નરકર્દિ ગતિએ માટે જાણવુ . જાણશે તો ભવ ફેરાથી બચશે અને નહિ જાણે તો પરિભ્રમણ કરશે. એમ શાસ્ત્ર ક્માન કરે છે. વળી એરના ખાનારા ઝેર ખાશે નિહ અને કિદ ખાશે તો તને ઉપાય મેળવી શકશે, પણ જેને નહિ જાણનારથી ઝેર ખવાઈ જાય તો તેને ઉપાય મળવો મુશ્કેલ. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org