________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
૧૨૯
કરવું જોઈએ. વળી આહાર વહેરવા જનારે પણ હાથ પગ વડે હાલવા ચાલવાની ક્રિયા કરવી નજ જોઈએ, કારણ કે તેથી પણ વાઉકાયની હિંસા થાય છે. આહારના સંબંધમાં વાઉકાયની હિંસાથી ખચવાવાળાને માત્ર સંથારા સિવાય બીજો એક ઉપાય નથી.
પ્રશ્ન ૯૯––ભગવતીજી તથા વિપાક સૂત્રમાં મુખ આડું વસ્ત્ર રાખી વહોરાવવાને અધિકાર ચાલ્યું છે તેનું કેમ?
ઉત્તર—એ વાત ખરી છે. ભગવતીજીમાં ભગવંત મહાવીર સ્વામીને વિજય ગાથાપતિએ અને સુખવિપાકમાં સુદત્ત અણગારને સુમુખ ગાથાપતિએ આવતા ભાઈને મુખે ઉત્તરાસણ કરીને સાત આઠ પગલાં સામાં આવીને વંદણા નમસ્કાર કરીને પછી આહારદિક વહેરાવ્યાને અધિકાર ચાલે છે. આ ઉપરથી એમ જણાય છે કે તે શ્રાવક નથી, પણ શ્રદ્ધાળુ હોવાથી આ કેઈ મોટા પુરૂષ છે, એમ જાણે તેમનું માહાસ્ય જાળવવાને માટે તેણે વિવેક સાચવે છે, અને તે પ્રમાણે કે અત્યારે કરે તે તેને કોઈ નિષેધ કરવું નથી, પણ આ ઉપરના બે દાખલા સિવાય ઘણા મુનિઓને ઘણાએ આહારદિક વહોરાવ્યાના અધિકાર સૂત્ર પાઠે ચાલ્યા છે, પણ કેઈએ મુખ આડું વસ્ત્ર કે હાથ રાખી બેલાને કે વહેરાવવાને અધિકાર ચાલ્યા જેવામાં આવતું નથી, અને સાધુએ વહયાને અધિકાર તે ઠામ ઠામ છે. સાત આઠ પગલાં સામા આવી વહેરાવ્યાના અધિકાર પણ છે. અંતચઠ સૂત્રમાં શ્રીદેવીએ ગોતમ સ્વામીએ સાત આઠ પગલાં સામા આવીને વહોરાવ્યું, તેમજ શીયા અણગારને રેવતી ગાથાપતણુએ પણ સાત પગલાં સામા આવી વહેરાવ્યું, વગેરે ઘણા અધિકાર છે, પણ મુખ આડું વસ્ત્રાદિક રાખવાને અધિકાર નથી. વળી આચારાંગ સૂત્રમાં આખું પિંડેષણ અધ્યયન તથા દશવૈકાલિકનું પાંચમું અધ્યયન સાધુને આહાર પાણી વહેરાવવા સંબંધીનું જ છે, તેમાં આ પ્રકારે હોય તે વહેરવું અને આ પ્રકારે હોય તે ન વહેરવું. તેમાં મુખે કુકીને આપે તે હે મુનિ ! તારે લેવું નહીં એમ કહ્યું, પણ એમ તે કઈ ઠેકાણે કહ્યું નથી કે ઉઘાડે મુખે બેલી વહે રાવે તે વહોરવું નહિ. તેમજ અતિમુકત કુમારે રસ્તામાં ગૌતમ સ્વામીને લાવ્યા અને કહ્યું કે મારા ઘરે વહેરવા ચાલે હું તમને જોઈશે તે આપીશ, વગેરે
લતાં મુખ આડું વસ્ત્ર કે હાથ રાખીને બોલ્યાને કાંઈ પણ અધિંકરે નથી, તેમજ તે બાલવયના કુમારને કેવી રીતે બોલવું કે કેવી રીતે ન બોલવું એવું વિજ્ઞાન પણ કયાંથી હોય ? પણ ગૌતમ સ્વામીને દેખી તેમના ઊપર પ્રેમ આવવાથી ગૌતમ સ્વામીની આંગળી ઝાલીને ઘરે તેડી ગયા, પાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org