________________
શ્રી પ્રશ્નનાત્તર મેાહનમાળા——ભાગ ૨ જો.
અત્યંતર ગુણમાં તથા માહનીય કર્મની પ્રકૃતિયાના ક્ષયાપશમમાં રહેલ છે. નહિ કે ઉપરના વેશમાં કે વાચાળ પ્રકૃતિમાં હોય છે. માટે એકાંત પક્ષે ખેંચીને પેાતાની બડાઈ અને પરની નિંદા કરી શાસ્ત્રના કે સાધુઓના પ્રત્ય– નિક બનવું નહીં. જે આછું પાળશે તેને આછે લાભ મળશે અને જે વધુ પાળશે તેને વિશેષ લાભ મળશે, પણ પારકી ખટપટમાં પડી પોતાનુ' અતિ કરવું નહિ.
૧૨૨
પ્રશ્ન ૯૩ કેટલાક કહે છે કે અમારા સ`ઘાડ માં કે ટોળામા જેટલા છે. તેટલાજ સાધુ છે, માટે તેની સાથે આહારાદિક આરે પ્રકારનો સભાગ કરવા. એટલે કરવા તે બારે પ્રકારના સ ંભોગ કરવા, નહિ તે એકે પ્રકારને નહિ તેનું કેમ ?
ઉત્તર-તે તે ગચ્છ ગચ્છના બાંધેા. એટલે જે સપ્રદાયમાં જેવા બધા હોય તે પ્રમાણે તેએ વર્તવાને હકદાર છે. પણ અમારા સિવાય ખીન્ન સાધુ નથી, અમેજ સાધુ છીએ એવુ ખેલવું તે તેા ઉદ્ધતાઈનુ વચન ગણાય. મહાવીરે કોઇને ઇજારો લખી આપ્યા નથી કે અમુક સંધાડાના કે અમુક ગચ્છના કે અમુક સંપ્રદાયના સાધુ એજ સાધુ છે. બીજા સાધુ નથી એવું મહાવીરનુ' ફરમાન નથી. પેાતે પેાતાની મેળે ગમે તેવી છાપ મેળવે દરેક ગચ્છવાળા એમજ માને છે કે એમજ સાધુ છીએ, અનેજ મહાવીરના ફરમાન પણે વરતીએ છીએ, અમેજ મહાવીરના કેડાયતા છીએ. અમેજ સમક્તિ છીએ . અમેજ શુદ્ધ ચારિત્ર પાળીએ છીએ અને અમેજ સૂત્ર પ્રમાણે વરતીએ છીએ એમ કોણ નથી કહેતું ? સૌ કોઈ એમજ માને છે, એમજ કહે છે. પેાતાનું સ્થાપન અને પરતુ ઉત્થાપન એમ ઘટમાળ ચાલ્યાજ કરે છે ત્યાં કાંઈપણ વિચાર કરવા જેવુ' રહેતુ નથી. મહાવીર પરમાત્મા સ્વીકારે તે સત્ય હવે સ`ભાગ આશ્રી-શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે-સ ભેગી સાધુ આવે તેને અશનાદિકની આમ'ત્રણા કરવી. અને વિસ ભેગી આવે તેને પાટ પાટલા બાજોઠાદિક દેવાં, વળી શ્રી ઉત્તરાધ્યયનના ત્રેવીશમા અધ્યયનમાં કેશીકુમાર શ્રમણે શ્રી ગૌતમ સ્વામીને તૃણાદિકની એટલે આસનની આમંત્રણા કરી. તે માટે સઘળા સંજોગની જરૂર નહિ, પણ જેટલા ચૈગ્ય લાગે તેટલે એક એ ઉત્કૃષ્ટા ખાર સુધીના પણ આમંત્રણ કરે અને એમ માને કે એ પણ સાધુ છે. કેશી સ્વામી અને ગૌતમ સ્વામી વિસ ભાગી છે. ભિન્ન આચારી છે, પણ એક બીજાએ એમ માન્ય નથી, કે એ સાધુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org