________________
૧૨૦
શ્રી પ્ર
ત્તર મેહનમાળા-ભાગ ૨ જે.
પ્રશ્ન ૯૧–આ જૈન ધર્મમાં એક મહાવીર દેવનું શાસન પ્રવર્તે છે, છતાં અનેક મત ભેદ, અનેક ગચ્છ, અનેક સંઘાડા, અનેક સંપ્રદાય, અનેક ટોળાં કેમ જોવામાં આવે છે ?
ઉત્તર–જમાનાની કહો કે કાળની કહો કે સમયની બલિહારી છે, સૂત્રના ન્યાય પ્રમાણે અનંતી ઉત્સર્પિણ અવસર્પિણું ગઈ પણ અનંત કાળે આવેલ આ અવસર્પિણી કાળ કે જેનું નામ સૂત્રમાં હુંડાવસર્પિણી આપી ઓળખાવેલ છે. તેના છ સમય (છ આરા) માને આ પાંચમે સમય દુષમના બદલે ગાઢ, દુગાઢ, દુષમ સમય કહીને ઠાણાંગ સૂત્રમાં બતાવ્યું છે. તેમજ શ્રીઠાણુગજીમાં કહેલા દશ અચ્છેરામાંનું દશમું અચ્છેરું અસં– જતીની પૂજા એ નામનું તથા શ્રી મહાવીર દેવના નિર્વાણ સમય ભક્સગ્રહનું બેસવું અને ભદ્રબાહુ સ્વામી ચુંદપૂર્વીના વખતમાં ચંદ્રગુપ્ત રાજાને પિયામાં સેળ સ્વમાં લાધ્યાં. આટલા સંજોગેને લઈને શ્રી મહાવીર દેવના શાસનની કફોડી સ્થિતિ જોવામાં આવે છે. દુનિયાનાં પ્રાણીઓ જેમ જેના મગજમાં આવે તેમ બોલ્યા કરે. અને બન્યું છે પણ એવું કે-ગ૭, વાડા, સંઘાડાની હદ રહી નથી, તેમ છે જેના મગજમાં આવે તેમ પ્રરૂપણ કરતાં સાંભળીએ છીએ અને તેજ પ્રમાણે શ્રી ભગવંત મહાવીર દેવ પણ અગાઉથી કહી ગયા છે. ભગવતીજી શતક પહેલે, ઉદેશે ત્રીજે જણાવે છે કે-જ્ઞાન જ્ઞાનમાં અંતર, દર્શન-દર્શનમાં અંતર, ચારિત્ર-ચારિત્રમાં અંતર, લિંગ લિંગમાં અંતર, માર્ગ-માર્ગમાં અંતર એમ તેર સ્થાનકે સાધુઓ અંતર આશંકા વેદના થકા જૂદા જૂદા અભિપ્રાયે કાંક્ષા મેહનીય કર્મ વેદતા કહ્યા છે. તે પ્રમાણે આચાર્યાના મત અભિપ્રાય પણ જુદા જુદા દેવામાં આવે છે. વળી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહ્યું છે કે- છ મહિના પહેલાં કેળું (ગ) છેડે તે સબેલે દેષ લાગે. તે ગ૭–ટેળાં જૂદાં છે ખરાં. વળી શ્રી બૃહતકલ્પ સૂત્રમાં ધર્મવૃદ્ધિ અધિક દેખે તે સંવિભાગ કરે, નહીંતે ન કરે. વળી શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનમાં પાંચમા આરામાં આચાર્ય મહારાજ અનેક મતના દેખાડનાર થશે. વળી સળ સ્વમમાં ત્રીજે સ્વપ્ન ચંદ્ર ચાળણી જે દીઠે તેથી આચાર્યની સમાચારી જૂદી જૂદી થશે. સૂત્રમાં પણ ઠામ ઠામ ગચ્છ ટોળાં સંઘાડા જૂદા જૂદા કહ્યા છે. તે માટે એકજ ગચ્છ કે એકજ સંપ્રદાય કે એકજ સંઘાડે કે એકજ ટેળાની કે અમુક સાધુની શ્રદ્ધા, આસ્થા રાખી બાકી કોઈ સાધુ છેજ નહિ એવી ભાષા બોલવી નહિ. ઘણા સાધુ, સાધ્વી, ગુણવંત છે. જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ ગુણે સાધુ કહ્યા છે. શ્રી જ્ઞાતાજી સૂત્રમાં બીજના ચંદ્રમાથી પૂનેમના ચંદ્ર સુધીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org