________________
૧૧૬ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૨ જે. જેણે કરી આપ્યું તેવાજ પુરૂષને દોષિત ઠરાવવા તે તે ઉપકારી પુરૂષને મહા અપરાધ કર્યો ગણાય.—કારણ કે જેના આધારે આપણે બોલીએ છીએ તેજ વસ્તુને ઉત્પાદક પુરૂષથી પિતાની અધિકતા જણાવવા જેવું કાંઈ પણ માનવામાં આવે તેજ પિતાનું દંભીપણું સૂચવે છે. પિતાને લખતાં આવડતું ન હોય તેવા કેટલાક પિતાના આચારને ડોળ બતાવવા કહે કે સાધુને લખવું કપે નહિ, એમ કહી લખનારથી પોતાનું અધિકતાપણું જણાવે, પણ એટલે વિચાર કરે નહિ કે દેવદ્ધિક્ષમાશ્રમણે મુખે રહેલા જ્ઞાનને પાના ઉપર કેવી રીતે દાખલ કર્યું હશે ? મૂળપાઠ ઉપરથી ટીક ટીપણ કેટલા કેટલા કેવી રીતે કર્યા હશે ? ધર્મસિંહ મુનિ જેવાએ સૂત્રમાં મૂળ પાઠ ઉપર ટબ કેવી રીતે ભર્યા હશે ? એ બધું લખ્યા વિના કેવી રીતે થયું હશે ? માટે માને કે સાધુને લખવાને નિષેધ નથી.
પ્રશ્ન ૮૫.—કોઈ કહે કે-સૂત્રમાં પાનાં રાખવાં કે લખવાં ચાલ્યા નથી તેનું કેમ ?
ઉત્તર--આગલા પુરૂષે મહા બુદ્ધિવત હતા કે જેમને તમામ જ્ઞાન કંઠસ્થ હતું તે પાનાં શામાટે છે ? અત્યારે તે અલ્પ બુદ્ધિવાળા છે જેવામાં આવે છે. શાસ્ત્ર વિના (પાના વિના) કાંઈ ગમ પડે નહિ. તેને જ આધાર રહ્યો છે. તે અપવાદે રાખવાને કે લખવાને નિષેધ નથી. લખવું તે ધર્મની તથા જ્ઞાનની વૃદ્ધિને માટે છે, પણ પરિગ્રહ ખાતે લખતા નથી કે લખી ગયા નથી. દેવધિક્ષમાશ્રમણે જે સૂત્રને પાન ઉપર લખ્યાં તે કાંઈ પરિગ્રહની બુદ્ધિએ લખ્યાં નહોતાં, પણ આ જૈનધર્મ અને ચારે તીર્થને આ સૂત્રજ્ઞાન આધાર ભૂત થશે-ટેકારૂપ થશે. ઘણા જીવને કલ્યાણકારી હિતકારી થશે એવી બુદ્ધિએ લખેલાં હતાં. તેજ તેજ સૂવજ્ઞાન અત્યારે મહાવીર દેવના શાસનમાં બહુજ ઉપયોગી થઈ પડેલ છે, અને જે એજ પ્રમાણે એજ બુદ્ધિએ પૂર્વાપર લખાતું રહેશે તે પાંચમા આરાના છેડા સુધી આજ સૂત્રજ્ઞાનના આધારે ચારે તીર્થનું ટકવાપણું થશે અને તેનાજ ઉપરથી આત્મકલ્યાણની સિદ્ધિ મેળવશે. માટે તેવા ઉપકારી પુરૂષને ઉપકાર માનવાને બદલે જે અપવાદ મૂકવામાં આવશે તે માની લેવું કે આત્માને અને કલ્યાણને આકાશ પાતાળ જેટલું છેટું છે. એવી અપકાર બુદ્ધિની મહા ન. વડ ગાંઠ વચ્ચે પડેલી સમજ.
પ્રશ્ન ૮૬—સાધુથી લખી શકાય એ કોઈ સૂત્રને આધાર છે ?
ઉત્તર–આધાર તે જણાવી ગયા છીએ કે પૂર્વાચાર્યોએ જેમ ઉપકાર બુદ્ધિ એ શાસ્ત્ર લખ્યાં તેમ આપણે પણ માત્ર ઉપકાર બુદ્ધિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org