________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૧૧ નહિ, ઢાળના રાગ જાણે નહિ, અર્થ કરતાં કે સંધી મેળવતાં આવડે નહિ, કંઠ સ્વરનાં ઠેકાણું હોય નહિ, તેવાઓને કોઈ કથા વાર્તા કે ઢાળે વાંચવાનું કહે ત્યારે મુંઝાણ થકા પોતાના બચાવ માટે, મને આવડતું નથી એમ નહિ કહેવાના બદલે એ તે વિકથા કહેવાય, એમાં શું સાંભળવું છે, એ કહેનારા અને સાંભળનારાને મહાપાપ લાગે છે. મરીને નરકે જાય છે કલ્પિત આપજેડ કથા, વાર્તા કે રાસ ઢાળે સાંભળવામાં શું લાભ છે ? સૂત્ર સાંભળે, સૂત્ર વાંચે કે જેમાં મહાલાને મહા નિર્જરા રહી છે. આમ કહીને કેટલાકને ભ્રમિત બનવેલા જોવામાં આવે છે. અને જેમ ફાવે તેમ બેલતા પણ સાંભળીએ છીએ. આમાં જણાતું નથી કે વિકથા કઈ કહેવાય ?
પ્રશ્ન ૭૯–જેમાં સ્ત્રીઓના શરીરનાં વર્ણન તથા તેના શરીર શણ-- ગારાદિક તથા ખાનપાનની વાત તથા યુદ્ધસંગ્રામ કે મારપછાડ વગેરે વાતે આવે તે વિકથા કહેવાય ?
ઉત્તર–તે તે ઠીક, પણ કેટલાક જડવાદીઓની ભાષા વિકથાથી આગળ વધી જાય તેવી ભાષાને કઈ ભાષામાં ગણવી ? તમારી જણાવેલી વિકથા મહેલી બાબતે કદી સૂત્રમાં સવિસ્તર મળી આવે તે તમે તેને શું કહેશે ? ત્યારે કઈ કહે કે–સૂત્રમાં વળી એવી બાબતે હોય ખરીકે ? સૂત્રમાં તે એકાંત આત્મ કલ્યાણ અને નિર્જરાની જ બાબત હોય તેને કહીએ કે સૂત્રમાં તે બધી બાબત છે, નથી શું? સમદષ્ટિથી જુઓ તે બધી ખબર પડે. એકાંતવાદીએ તે ગમે તેમ બોલે તેથી શું વળવાનું ? ભગવંતને માર્ગ તે અનેકાંત છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર તથા જબુદ્વીપ પન્નતિ સૂત્રમાં જુગલીયા જુગલણીનાં તથા સ્ત્રીરનાં નખશીખ સુધી તમામ શરીરની શેભાનાં વર્ણને કર્યા છે, અને ભગવતીજી તથા નિયાવલિકા સૂત્રમાં કેણિક અને ચેડા મહારાજાદિક અઢાર દેશના મહારાજાની લડાઈને સવિસ્તર હેવાલ છે, કે જેમાં એક કરોડને એંસી લાખ માણસને સંહાર થયાને મહાબુદ્ધને અધિકાર છે, કે જેમાં મારે મારો, હણે હણો એવા શબ્દો પણ છે અને જેમાં મસના કર્દમ અને લેહીની નીકે ચાલી વગેરે તમામ બીના લખી છે. અને જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના સ્વયંવર મંડપમાં મોટા મોટા રાજા રાણાઓ તથા તેના ખાનપાન છએ પ્રકારનાં આહારદિકની તથા દ્રૌપદીના શરીર શણગારાદિકની અનેક વાત છે. તે તેમાં તમારી માન્યતા પ્રમાણે સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજકથાનો સમાવેશ થાય છે કે નહિ? તે સમદષ્ટિથી વિચારજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org