________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—
-ભાગ ૨ જો.
ઉત્તર—એ કાયદા તે પેાતાના ઘરને ઘડી કાઢયા હોય એમ જણાય છે. મહાવીરના ઘરના એવા કાયદો હાય નહિ કે મેટા કમાડમાં દોષ અને નાના કમાડમાં દોષ નહિ. જો દોષ હાય તે બન્નેમાં સરખાજ હાય, અને ન હેાય તે એકેમાં નહિ. પણ મેટામાં દોષ માનવાવાળા, અને નાનામાં નહિં માનવાળાને પૂછીએ કે-કોઇ જાણીને સપ મારે તેનું તે વ્રત ભાંગે અને કોઇ આકુટીને કીડી મારે તેનું વ્રત કેમ ન ભાંગે ? કોઇ મેટી સ્ત્રીનુ' સેવન કરે તેનુ' વ્રત ભાંગે અને નાનીનું સેવન કરે તેનું વ્રત કેમ ન ભાંગે ? અર્થાત્ ભાંગેજ.
૧૧૦
જો કે નાનાં કે મોટાં કમાડ ઉઘાડવા વાસવામાં દોષને સ`ભવ છે. તે તે સાધુ આર્યાં બન્નેમાં છે. એકને દેષ લાગે, એકને ન લાગે, એકમાં લાગે, એકમાં ન લાગે એવા સૂત્રકારના મત હાય નહિ. પણ સાધુ આર્યાંના કલ્પમાં તફાવત હોય. આર્યાને ખુલ્લા મકાનમાં રહેવાના કલ્પ નહિ, સાધુ ખુલ્લા મકાનમાં રહેવુ હાય તેા રહી શકે, પણ સાધુ કે આર્યને કમાડ ઉઘાડવા વાસાને નિષેધ નથી. હવે કમાડ ઉઘડતાં વાસતાં કદિ અજાણ પણે કાઇ જીવની વિરાધના થાય તો તેની બન્ને ટંકનાં પ્રતિક્રમણમાં આ લોચના કરવાથી તે અતિચારના દોષનું પાપ છૂટી જાય છે. જેમ ગોચરીએ ગયેલાને વખતે કમાડ ઉઘાડતાં દોષ લાગવાના સ’ભવથી શ્રમણ સૂત્રના બીજા પાઠની આલેચના સાથે ઇરિયાવહી પડિક્કમવાથી તે દેષની નિવૃત્તિ થાય છે, તેમજ ઉપાશ્રયનાં કમાડ નાનાં કે મેટાં ઉઘાડતાં વાસતાં લાગેલા પાપનુ નિવČન બે ટંકનાં પ્રતિક્રમણથી થઇ જાય છે. કેઇ કમાડ ઉઘાડે વાસે નિહ તેની અધિકાઈ છે, પણ પોતાની અધિકતા જણાવવા અને ખીજાને દલકા ગણવા જે કાંઇ કરવામાં આવે તે તે આત્માને નુકસાનનુ ઠેકાણું છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વિચાર કરી આચારની શુદ્ધિ કરે તે સ્વપરના અત્રેના આત્માનું હિત થાય.
પ્રશ્ન ૭૮--~કેટલાક કહે છે કે-જે વાત સૂત્રમાં હાય નહિ અને કલ્પિત કથા, વાર્તા, જોડ, સ્તવન કે ઢાળ વગેરે નવિન બનાવે અને તેની કથા વાર્તા કરે તે વિકથા સમજવી, તેનુ કેમ ?
ઉત્તર-અત્યારે ઘણાં જોડ, સ્તવન, ઢાળ, ચેાપાઇ વગેરે કહેવામાં આવે છે, તે ઘણા સાધુઓના નામથી તથા ઘણી સતિઓના નામથી કે જેનાં સૂત્રમાં નામ નિશાન પણ હેતાં નથી. તેઓનાં સત્ય, શીયળ આદિ ગુણગ્રામ જે કહેવામાં આવે તેને ત્રિકથા કહેવી તે તેા ઉદ્ધતાઇનુ વચન ગણાય, પેાતાને કથા વાર્તા કહેતાં આવડે નહિ, રાસ ઢાળે વાંચતાં આવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org