________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૦૯ કદિ હોય નહિ. જે કમાડ ઉઘાડવા વાસવાથી મહાવ્રત ભાંગતું હોય તે આજ્ઞા માગીને ઉઘાડવાનું ફરમાન શા માટે કરે ? જે ઉઘાડતાં દોષ નહિ તે વાસતાં પણ દેષ નહિ. સાવીને વાસતાં ઉઘાડતાં દોષ નહિ તે સાધુને પણ દેષ નહિ. સાધુનું વ્રત ભાંગે તે આર્યજીનું પણ ભાંગે.
આને પરમાર્થ એ છે કે સાધુ તે બાગમાં, બગીચામાં કે વન વાડીમાં ખુલ્લા મકાનમાં કે જયા મકાનમાં ગમે તેવા મકાનમાં ઉતરી શકે, તેમ સાધ્વીજીને તે વસ્તીવાળા મકાનમાંજ પિતાની મર્યાદા જળવાય તેવા મકાનમાંજ ઉતરી શકાય.
- હવે સાધુજી જે વસ્તીમાં ઉતરે તે જે ગૃહસ્થની જગ્યામાં ઉતર્યા હોય તે મકાનનાં બારણ જે રાત્રીએ બંધ ન કીધાં હોય તે કઈ ચોર પ્રવેશ કરે અને તેના માલ મિલકતને હરી લે તે સાધુ ઉપર આપ આવે. સાધુથી કાંઈ બેલી શકાય નહિ અને ચેરની બ્રાંતિએ સાધુને ઉપસર્ગ થાય. અથવા સરકાર દરબારમાં સાધુને ખડા કરવાને પ્રસંગ આવે. ઇત્યાદિ ઘણું દોષ ઉત્પન્ન થાય.
તથા મકાનના માલીકને કે રક્ષપાળને વિચાર ઉત્પન્ન થાય કે સાધુએ બાર દીધાં છે કે નહિ એવી શંકાએ રાત્રિએ દીવાબત્તીથી તપાસ કરવા આવે તે હકાય તથા અગ્નિકાયને આરંભ થાય. સાધુએ કદી કમાડ ન વાયાં હોય તે ચેકી પહેરાવાળા બૂમો પાડે, આસપાસનાં માણસે જાગે, ઘણે અસંયમ સેવાય. સાધુ જાગતા બોલે નહિ. જાણે કે બોલશું તે કમાડ દેવાં પડશે. એમ માયા સેવવાને પ્રસંગ આવે. અને કદિ મકાનને ધણી આવી બહારથી સાચવાણું દે તે સાધુને ઉચાર પાવણાદિકની બાધાએ સી દાવાપણું થાય, મહારોગની ઉત્પત્તિ થાય. વગેરે ઘણાં વિપરીત કારણો બની આવે. માટે એવી હકકિયા ભગવંતની બતાવેલી કદિ હોયજ નહિ, કે સાધુએ કમાડ ઉઘાડવાં વાસવા નહિ. એ તે જડ કિયાવાદીની શ્રદ્ધા હોય તે ભલે. તેવાએને માટે તે મસાણ કે ખરો તે ખુલ્લાંજ રહેલાં છે, તેને આવી ઉપધિમાં શા માટે પડવું જોઈએ ?
પ્રશ્ન છ૭–એમ પણ સાંભળીએ છીએ કે કેટલાક સાધુ ઉપાશ્રયનાં કમાડ ઉઘાડતા વાસતાં નથી, પણ આરીયા ટાંકાનાં કમાડ ઉઘાડે વાસે છે. અને કહે છે કે મોટાં કમાડ ઉઘાડવાં વાસવાં નહિ. પણ નાના કમાડીયાને તે વધે નહિ. તે તે ઉઘાડવાં વાસવાં કલ્યું. તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org