________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે.
૧૦૫ તે મુખમાં હોય કે હાથમાં હોય કે પાત્રમાં હોય તે તરતજ પરઠવી દેવું. એમ કહ્યું છે તે ચારે પહેરે આહાર કર કપે. વળી બારમે ઉદેશે કહ્યું કે–જે સાધુ પહેલી પિરસીને વહેરેલે આહાર થી પિરસી સુધી રાખે તે પ્રાયશ્ચિત. એ લેખે પહેલી પિરસીએ વહેરવું કહ્યું. વળી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉર્દેશામાં ગૌચરી લાવ્યા, તેથી ન સરે તે બીજી વાર જવું કહ્યું.-–તેમજ શ્રીઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનમાં તથા દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશામાં “કલેકાલ સમાયરે” જે ગામ નગરમાં જે વખતે ભિક્ષાને કાળ હોય તે વખતે ગૌચરીએ જવાનું કહ્યું છે.
પ્રશ્ન ૭૧–શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છવીસમા અધ્યયનમાં સાધુની સમાચારમાં ત્રીજી પિરસીએ ગોચરી કહી. છે. તે ઉપરથી એમ જણાય છે કે સાધુને એક વખત જમવું. એમ દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનથી જણાય છે કે ઇ મ ર માં એક વખત સાધુ ભજન કરે એમ કહ્યું છે તેનું કેમ ?
ઉત્તર–આ વિષેને ઉપરના પ્રશ્નના ઉત્તરમાં કેટલેક ખુલાસે થઈ ગયે છે કે સમગ્ર સાધુને માટે એકાંત પક્ષે એ પ્રતિબંધ નથી કે સર્વ સાધુને ત્રીજે પહોરે ગોચરી કરવી અને એકજ વખત જમવું. એક વખત જમતાં સંતોષ ન થાય તે સુખેથી બીજી વખત જમે તેની મનાઈ નથી.
જ્યાં જે ભૂમિમાં ગેચરીને કાળ હોય તે કાળે ગેચરી કરવાનું સૂત્રનું ફરમાન છે. ગૌતમાદિક ત્રીજે પહોરે ગોચરી ગયાને અધિકાર છે, તે તે એક તે પિતે ઉત્કૃષ્ટી કરણ કરવાવાળા છે, અને બીજી તરફથી એમ પણ જણાય છે કે–તદાકાળે મુનિઓને વિહાર ઘણા ભાવે પૂર્વની ધરતીમાં હોવા સંભવ છે. અને પૂર્વની ધરતીમાં આજે પણ ત્રીજે પહેરે ભિક્ષાને કાળ દેખાય છે. અત્યારે પણ કોઈ કઈ ક્ષેત્રમાં મુનિઓની ગેચરી મધ્યાહ્ન કાળ પછીની હોય છે, અને કઈ કઈ ક્ષેત્રોમાં પહેલા પહોર પછી ભિક્ષાને કાળ પણ હોય છે. માટે ઘેખ માર્ગમાં વ્યવહાર બહુલતાએ ત્રીજા પહેરની ભિક્ષા કરતાં પણ સૂત્રકારે પહેલે પહેર નિષેધ્યું નથી. તેમ ત્રિીજે પહેરે ભિક્ષાચરીવાળાને બીજી વખત આહાર કરવાને ભાવ ક્યાંથી થાય ? માટે તેને તે એકજ વખત જમવાને નિયમ હોય. જેને ગોચરીને નિયમ નહિ તેને આહારને પણ નિયમ નહિ. આચારાંગ સૂત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બે માગ કહ્યા છે. તેમાં ઉત્કૃષ્ટી કરણી કરવાવાળા ગૌતમાદિક જેવા મુનિઓ તથા જિનકલ્પી સદાય ઉત્સર્ગ માર્ગ આદરે, અને વિકલ્પી સામાન્ય સાધુ ઉત્સર્ગ અને અપવાદ બન્ને માગને અવલંબી અવસર દેખે તેમ કરે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org